રોકાણકારો માટે કપરો સમય પણ શેરની પસંદગી કરવાની તક મળશે

વીતેલા સપ્તાહમાં બજારમાં ખરાબ અને ઘટાડાનો દોર આગળ વધે તેવા અણસાર બતાવ્યા પછી નિફ્ટી અપેક્ષા પ્રમાણે નીચા સ્તરેથી સુધારા તરફી થઇ છે. વાસ્તવમાં સુધારાની માત્રા ચોક્કસ શેરો પૂરતી મર્યાદિક રહી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર તથા જાહેરક્ષેત્રની બેંકમાં ખાસ લેવાલી જોવા મળી હતી, બાકી મોટાભાગના શેરોમાં નવા નીચા સાપ્તાહિક લેવલ દેખાયા છે. જે માર્કેટની વીકનેસ દર્શાવે છે.

નિફ્ટી દૈનિક રીતે ૦.૮૮ ટકા, સાપ્તાહિક રીતે ૦.૧૧ ટકા, માસિક રીતે -૦.૦૩ ટકા, ત્રિમાસિક રીતે ૪.૮૨ ટકા અને અર્ધવાર્ષિક રીતે ૦.૪૯ ટકા બંધ આવેલ છે.

નેટનેટ પાંચ મહિના પુરા થવાને આરે છીએ અને ખાસ કોઈ વળતર જોવાતું નથી. રોકાણકારો હતાશ અને નિરાશ છે. હજી જૂન મહિનો પસાર કરવાનો છે. અમારી ગણતરી મુજબ જાહેરક્ષેત્રની બેંકના શેરો હવેના આવનારા સમયમાં લાઇમલાઇટમાં રહેશે, તે ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રચર સેકટરને પણ ભૂલવું નહિ. જે ક્ષેત્ર ખુબ અંડરપર્ફોમ છે, તે જ હવે વર્ષના બાકીના સમયમાં સારું વળતર આપે તેમ છે. આવનારા દિવસોમાં નિફ્ટીની મુવ આ મુજબની રહેવાની અપેક્ષા છે.

સાપ્તાહિક અને માસિક ચાર્ટ નરમાઇ અને નીચા સ્તરે જોવાતા હોય ત્યારે સ્વાભાવિક છે કે રોકાણકારોને પસંદગીનો અવકાશ સીમિત બને છે. અલબત્ત આવા સંજોગોમાં જે કંપની મજબૂત નીવડેલી છે તથા તાજેતરમાં સારા પરિણામો જાહેર કરવા સક્ષમ બન્યા છે અને સાથેસાથે જે ક્ષેત્રમાં વિકાસ દેખાતો હોય તે શેરોમાં પસંદગી દાદ માંગી લે.પુરા થયેલા સપ્તાહમાં આવા કેટલાક શેરો નજરમાં આવ્યા છે તે આ મુજબના છે લિસ્ટ બહુ લાબું નથી તો ટૂંકું પણ નથી. તેમાંથી પણ પસંદગી કરીને ચાર શેરો નક્કી કરેલા છે.

આ શેરોમાં વેલિએન્ટ રૂ.૧૯૩, ટાટા એલક્ષી રૂ.૧૧૩૧, જીદીલ રૂ.૧૯૯, વીઆઈપી ઇન્ડ. રૂ.૪૨૭, કિરી ઇન્ડસ્ટ્રીઝ રૂ. ૪૬૦, એઝટેક રૂ.૬૮૬, જીએમએમ ફોડલેર રૂ.૮૭૫ (ટૂંક સમય પહેલા અત્રેથી ભલામણ કરેલ) આઈપી રિંગ રૂ.૪૨.૯૫, જીએસએસ રૂ.૧૦૫, મહાલાઈફ રૂ.૫૩૦ આ તમામ શેર ઘટાડામાં ધ્યાનમાં રાખવા. આ ઉપરાંત બજજ ફાઇનાન્સ, બજાજ ફીનસર્વ, ઉજજીવનને ના ભૂલતા આ શેરો હાજી ૧૦થી ૧૫ ટકા વધશે. ભેગા કરવામાં અર્થાત SIP કરવા માટે ભારત રસાયણ, રાસ્નદિક એન્જિનિયરીંગ, સ્નોમેન, અક્ષ ઓપ્ટિક, ભેલ, સિમેન્સ, ૩ એમ ઇન્ડિયા, એએએ એન્જિનિયરીંગ સારું વળતર આપે તેવી સંભાવના છે.

(1) રાસ્નદિકઃ સાપ્તાહિક ભાવ રૂ ૨૩૪. સોલિડ સ્ટોક વેલ્થ બનાવવા માટે.

મઘ્યમથી લાંબા સમય માટે ભેગા કરવાની ગણતરી છે.

માર્કેટકેપ: રૂ ૧૩૬.૧૬ બુકવૅલ્યુ: રૂ ૫૧.૮૧, પી ઈ: ૪૫.૨૪,

ડિવીડેન્ટ યીલ્ડ: ૦.૦૦, ફેસવૅલ્યુ રૂ ૧૦.

આ શેર હાલમાં તેની બુક વેલ્યૂના ૪.૫૨ ટાઈમ્સમાં મળે છે. અલબત્ત કંપની સતત નફો બતાવી રહી હોવા છતાં ડિવિડંડથી વંચિત છે. કંપની લૉ ઇન્ટરેસ્ટ કવરેજ ધરાવે છે. હાલમાં વર્ષ ૧૯૮૪માં એન્જિનિયરીંગ ફેબ્રીકેશન અને સ્પેર માટે શરુ કરવામાં આવેલ, કંપની ખાસ તો મારુતિ માટેના પાર્ટ્સ બનાવવામાં કાર્યરત છે. આ ઉપરાંત પ્રેસ ટૂલ્સ અને ડાયસનું ઉત્પાદન કરે છે.

ચાર્ટ મુજબ નીચામાં એક તબક્કે રૂ.૧૩નો ભાવ હતો, તે ધીમી પણ સંગીન ગતિથી વધતો રહી હાલમાં રૂ.૨૩૪ આસપાસ છે. ત્રિમાસકિ ચાર્ટ પાર રાઉન્ડિંગ બોટમ બનેલ છે અને રૂ.૨૮૦ ઉપર બંધ આવે તે પછી મોટી અને ઝડપી તેજી જોવા મળશે. રોકાણકારોએ યથાશક્તિ અનુકૂળતા પ્રમાણે આ શેર ભેગા કરવાનું આયોજન કરવું.

વધઘટે રૂ ૪૦૦ થી રૂ ૪૫૦ નો ભાવ ૧૨ થી ૧૫ મહિનામાં આવી શકે.

(2) ટાટા એલક્ષી: ભાવ રૂ ૧૨૩૪. મોટી તેજીની ચાલમાં સંગીનતાથી નવા ભાવ બતાવશે.

માર્કેટકેપ રૂ.૭૬૭૬, બુકવૅલ્યુ રૂ.૧૨૮, પીઈ રૂ.૩૧.૯૮, ડિવિડન્ડ યીલ્ડ ૦.૬૫%, ફેસવૅલ્યુ રૂ.૧૦ અને આ શેર બને એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

ટૂંકમાં આ કંપની વિવિથ ઑટોમેશન માટેના ઑટોમોટિવ, રોબોટિક્સના સોલ્યૂશન પ્રોવાઈડ કરે છે. મેઈન ફોકસ ફોબોટીક આધારિત ટેકનોલોજી સાથે ડ્રાઈવર લેસ કાર, તેને લગતા ટેસ્ટિંગ કરવાનું અને વિવિથ ઇકોસિસ્ટમનું ટેસ્ટિંગ કરવાનું, રિસેર્ચ એન્ડ ડેવલપ વિગેરેમાં આગળ છે.

ચાર્ટ વિશ્લેસણ: ગયા સપ્તહમાં ૭.૧૦ ટકાના સુધારા સાથે ઝડપી સુધારો જોવાયો છે અને હવે બાવન સપ્તાહની સપાટી કુદાવવાને આરે છે. આવનારા સપ્તહમાં રૂ.૧૨૪૫ ઉપર બંધ આવતા ટાર્ગેટ્સ : રૂ.૧૨૫૦, રૂ.૧૨૫૯, રૂ.૧૨૬૮ અને રૂ.૧૨૭૭ જોવા મળે અને સ્ટોપલોસ રૂ.૧૨૩૩ રાખવો જરુરી છે.

(3) સ્ટેટ બેન્ક: ભાવ રૂ.૨૬૭ ખરાબ સમય પૂરો થયો છે. અગાઉ ટાટા સ્ટીલના શેરમાં રૂ. ૧૯૦ વર્ષ ૨૦૧૫માં જોવા મળ્યો તેવી જ પરિસ્થિતિ અને રચના સ્ટેટ બેંકના શેરમાં જોવા મળી રહી છે. બધા જ અતિશય નબળા અને ખરાબ કારણો આવી ગયા છે અને તેનું પ્રતિબિંબ હાલના ભાવમાં પડી રહ્યું છે.

રૂ.૩૫૦ના મથાળેથી કરેક્શનની શરૂઆત થઇ અને નીચામાં રૂ.૨૩૨ની બોટમ બનાવી તે પછી પ્રત્યાઘાતી સુધારો બતાવ્યો અને રૂ.૨૬૬ની ટોચ બનાવી. તે પછી હાલમાં ફરીથી રૂ.૨૩૩ની ડબલ બોટમની રચના બનાવીને નવા ઝોનમાં પ્રવેશ કર્યો છે. પરિણામો જાહેર થયા તે દિવસે બોટમ બની છે અને સપ્તાહમાં ૧૨.૨૧%નો સુધારો બતાવ્યો છે. જાહેરક્ષેત્રની આ બેંકમાં નવથી ૧૨ મહિનામાં ૩૦થી ૪૦ ટકાનું વળતર મળે તેવું જણાય છે. ઈન્વેસ્ટમેન્ટ માટે ખરીદવાનો આ સમય છે. સપ્તાહ દરમિયાન રૂ.૨૭૮, રૂ.૨૮૮, રૂ.૩૦૮ જોવા મળી શકે. જ્યારે રૂ.૨૪૮ રોક બોટમ સમજવી. માસિક રીતે રૂ.૩૨૨થી રૂ.૩૭૭નો ભાવ જુલાઈ આસપાસ કે ઓક્ટોબર આસપાસ જોવા મળે.

(નોંધ-અત્રે આપેલ સ્ક્રીપોમાં લેખકનો કોઈ હિસ્સો નથી, આ માત્ર ચાર્ટ બેઈઝ્ડ ટેકનિકલ વિશ્લેષણ છે, રોકાણકારોએ પોતાના રોકાણનો નિર્ણય જાતે જ લેવો.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]