ફાર્મા અને ઈન્સ્યોરન્સ સેકટરના શેરમાં તેજી થશે

યા સપ્તાહમાં શેરબજારમાં ઉથલપાથલ થઇ તેમા ટ્રેડર અને રોકાણકારો આડાઅવળા થઇ ગયા છે અને હજી રાજકીય સ્થિતિ પ્રવાહી છે તેથી વધઘટ તો આવશે, પરંતુ માપનો વેપાર અને લાબું ધ્યાન વળતર આપશે. એક વાત સમજી લો આ બજારમાં ૩ (ત્રણ) ‘ધ’ ધ્યાનમ રાખો. (૧) ધન, (૨) ધીરજ અને (3) ધ્યાન.

આ ત્રણ ધ ને સાચવશો તો બજાર તમને સાચવશે તે નક્કી છે

નિફ્ટી (૧૦૭૪૮)– ગયા સપ્તાહમાં નિફ્ટીમાં ત્રિકોણની રચનામાંથી તેજી તરફી બ્રેકઆઉટ જોવા મળેલ છે. દૈનિક અને સાપ્તાહિક પ્રવાહ સામસામે છે અને ૧૦,૪૩૦ની સપાટી રોકબોટમ સમજવી. જયારે ૧૦,૭૫૦ પસાર થતા ૧૧,૦૦૦ની સપાટી જુલાઈ અથવા દિવાળી સુધીમાં જોવાશે.શેરબજારમાં સમય અર્થાત ટાઈમ અગત્યનું પરિમાણ છે અને તેને સમયબદ્ધ કરી શકય તો અવશ્ય તેજી અને મંદીનો લાભ લઇ શકાય છે. ભાવની વધઘટનો અભ્યાસ અને તેનો ભૂતકાળનો ઇતિહાસ બતાવે છે કે સમયાંતરે તે વધઘટ વારંવાર આવે જ છે. ભાવ અને સમય અર્થાત ટાઈમ અને પ્રાઈસને ચોક્કસ રિલેશન છે. ટાઈમ સાયકલનો અભ્યાસ કરતા તમને ૨૭ મિનિટ લઈને ૨૭ દિવસ, સપ્તાહ અને મહિના અને તે સાયકલ તમારા રોકાણ અથવા ટ્રેડિંગમાં ખુબજ સારો લાભ આપે છે. 

આ ટાઈમ અને પ્રાઈસનો અભ્યાસ તમને ચોક્કસ ટોપ અને બોટમ, તથા ચોક્કસ ભાવ પાસે સપોર્ટ અથવા રેઝિસ્ટન્સ જોવા મળે છે. કેટલાક લેવલ એટલા સજ્જડ હોય છે કે તે કોઈપણ કારણોસર ઉપર કે નીચેની સપાટી પસાર કરવા મુશ્કેલ બની જતા હોય છે. તો ક્યારેક અચોક્કસ વધઘટ મુખ્ય સાયકલ બદલાય ત્યારે જોવા મળે છે.

ખુબ સારો અને ઝડપી નફો આવા સંજોગોમાં મેળવી શકાય છે.

ભાવ અને સમયનો સમન્વય કરી શકનાર એક જ વ્યક્તિ અમારા ધ્યાનમાં છે અને તે વિલિયમ ડી ગેન અર્થાત તે વ્યક્તિ અનબિટબેલ, મેચલેસ પરંતુ તેના બનાવેલા નિયમો સમજવા અને ડિકોડ કરવા અત્યંત મુશ્કેલ છે.

બી ઈ એમ એલ (ભાવ રૂ ૯૦૭)– ગયા સપ્તાહમાં ૩.૪૯ ટકા સુધારા તરફી જોવાયો છે. રૂ.૧૯૫૪ના ટોપથી ઘટવાનું શરૂઆત કર્યા પછી સતત મંદીના તબકામાં આગળ વધતા હવે બોટમ બની હોય તેવી ચારણીત ચાર્ટની રચના બની છે. સાપ્તાહિક બાર રિવર્સલની પેટર્ન બની છે. હાલમાં નજીક રૂ. ૮૨૭ના નીચા ભાવનો ટેકો મળે છે. માર્કેટકેપ રૂ.૩૭૬૭.૧૭ કરોડ, બુક વેલ્યૂ ૫૫૫ છે. પી. ઈ. ૨૯ છે, ડિવિડન્ડ યીલ્ડ ૦.૮૯% છે. રૂ. ૧૦ની કિંમતનો આ શેર બને શેરબજારમાં લિસ્ટેડ છે.

બાવન સપ્તાહના ઊંંચા નીચા ભાવ રૂ.૧૯૪૭ અને રૂ.૮૩૦ છે.

હાલના ભાવે ખરીદવા અથવા ભેગા કરવાનું આયોજન કરવું. નજીકમાં સપ્તાહ દરમિયાન રૂ.૯૨૦ ઉપર જતા રૂ.૯૪૦, ૯૭૩ અને રૂ.૧૦૨૮ આવી શકે.

સમગ્ર ઘટાડાની સામે જો મામૂલી રેટરેસમેન્ટ મુકીયે તો પણ રૂ.૧૦૯૫નો ભાવ આવે.

ફાર્મા ઈન્ડેક્સ(૮૬૦૩)ગત સપ્તાહમાં ૪.૭૬ ટકા સાથે અગ્રેસર રહી છે. આ ક્ષેત્રમાં આવતા શેરોમાં નવી તેજીનો સંચાર જોવાય છે અને વધઘટે આગામી ત્રણથી ચાર મહિના સુધારા તરફી રહેશે. હાલમાં આ ઈન્ડેક્સ ઉપરમાં ૮૮૨૭, ૯૦૫૧ અને ૯૪૫૭ સુધીની તેજીની ચાલ બતાવે તેમ છે. આ સેક્ટરમાં આવતી સન ફાર્મા હાલમાં ધ્યાનમાં રાખી શકાય.

સનફાર્મા(૫૨૮)- ગયા સપ્તાહનો સુધારો ૯.૦૫ ટકા સાથે નવી સુધારાની ચાલ શરુ થઇ છે.હાલના ભાવે રોકાણ અથવા તો ટ્રેડિંગ માટે ખરીદીનો લાભ લઇ શકાય. રૂ. ૫૨૮થી ૫૧૦ સુધી બાઈંગ ઝોન છે, જેમાં લઇ શકાય. રૂ.૫૩૪ ઉપર જતાં રૂ.૫૭૬ અને રૂ.૬૨૫નો ભાવ જોવા મળે.

કંપનીનો હાલોલનો પ્લાન્ટ નજીકના દિવસોમાં કાર્યાન્વિત થઇ જવાના સમાચાર મીડિયામાં હતા તે સાચા પડે તેમ ચાર્ટ પરથી અનુમાન કરી શકાય નહીંતર એટલો સંગીન સુધારો ના જોવાયો હોત. લાંબગાળા માટે ખરીદી કરવા આ શેર ધ્યાનમા રાખવા.

બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર લાઇમલાઈટમાં આવશે. પાછળ ઘણા સમયથી બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ઉજજીવન, મહિન્દ્રા ફાઇનાન્સ, એલ અને ટી ફાઇનાન્સ અને અન્ય ફાઇનાન્સ ને લગતી કંપની હવે ખાસ ધ્યાનમાં રાખવી લાગે છે.

ઉજીવન ફાઇનાન્સ(૪૦૬)- આ શેરે ધીમે પણ મક્કમ ગતિથી સુધારા તરફી થવા લાગશે. હાલમાં નીચામાં રૂ. ૩૭૨નો ભાવ ગભરાટમાં જોવા મળ્યો તે હવે નજીકના દિવસોમાં જોવા મળે નહિ તેવી ધારણા છે. આ શેરમાં હવે રૂ. ૪૦૭નો ભાવ પસાર થાય તો રૂ.૪૪૧ અને રૂ. ૪૮૪ નો ભાવ આવે તેવા ગેન લેવલ પરથી લાગે છે. ટૂંકાથી મધ્યમ ગાળા માટે અર્થાત દીવાળી સુધીમાં રૂ ૫૦૦ આસપાસનો ભાવ આવે તો નવાઈ નહિ.

આવી જ રીતે એમ એન એમ ફાઇનાન્સ હાલમાં રૂ. ૪૮૮ છે તે પણ દરેક ઘટાડે લઇ શકાય તે ટૂંક સમયમાં રૂ.૫૦૦થી ૫૨૦નો ભાવ બતાવી શકે છે.

(નોંધ-અત્રે આપેલ સ્ક્રીપોમાં લેખકનો કોઈ હિસ્સો નથી, આ માત્ર ચાર્ટ બેઈઝ્ડ ટેકનિકલ વિશ્લેષણ છે, રોકાણકારોએ પોતાના રોકાણનો નિર્ણય જાતે જ લેવો.)