4 લાખ રૂપિયાનો એક બિટકોઈન

બિટકોઈનની કીમત અત્યાર સુધીના રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ છે. બિટકોઈન પ્રાઈઝ ઈન્ડેક્સ અનુસાર તેની યુનિટ દીઠ કીમત 6050 ડૉલર એટલે કે 4 લાખ રૂપિયાની સપાટીએ પહોંચી છે. તેનો અર્થ એ થાય કે ભારતીયોએ એક બિટકોઈન ખરીદવા માટે 4 લાખ રૂપિયા આપવા પડે.

બિટકોઈન એ લાંબા સમયથી દુનિયાની સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી કથિત કરન્સી બની ગઈ છે. સીએનબીસીએ કરાવેલ સર્વે અનુસાર એક બિટકોઈનની કીમત વધીને 10,000 ડૉલર સુધી જઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ભારત સહિત કોઈપણ દેશ આ કરન્સીને માન્યતા આપતો નથી.

બિટકોઈનનો ઉપયોગના મામલામાં ભારત દુનિયામાં અત્યાર સુધીમાં ખુબ પાછળ છે. જેબપે મોબાઈલ એપને અત્યાર સુધીમાં 10 લાખથી વધારે લોકો ડાઉનલોડ કરી ચુક્યા છે. અને ડાઉનલોડ કરનારાની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. જેબપેના સ્થાપક સંદીપ ગોયન્કા કહે છે કે બિટકોઈન એક ક્રાંતિકારી ટેકનોલોજી છે. તે પીએમ નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સપનાને સાકાર કરી શકે છે.

ચીનના માર્કેટ રેગ્યુલેટરે વીતેલા મહિને ક્રિપ્ટો કરન્સીના બજાર પર પ્રેશર બનાવ્યું હતું. જેનાથી દુનિયામાં સૌથી મોટા બિટકોઈન એક્સચેન્જમાંથી એક બીટીસી ચાઈનાને એવી જાહેરાત કરવી પડી હતી કે સપ્ટેમ્બર મહિનાથી આ ટ્રેડિંગ બંધ કરી રહ્યા છીએ.

કેટલાક અગ્રણીઓ બિટકોઈનને એક ફ્રોડ ગણી રહ્યા છે. પણ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારતમાં ક્રિપ્ટો કરન્સીને ચલણમાં લાવવાના પક્ષમાં નથી, પણ બિટકોઈનના વધતા જતાં ચલણને જોતાં ધારણા રાખી શકાય કે આરબીઆઈ ઝડપથી ક્રિપ્ટો કરન્સીના પક્ષમાં નિર્ણય લેવા મજબૂર થઈ શકે છે.

બિટકોઈન એ એવી કરન્સી છે, જેને દુનિયા સૌથી મોંઘી કરન્સી મનાય છે. ઓનલાઈન ગેમિંગ, ક્વિઝને સોલ્વ કરવા માટે બિટકોઈન મળે છે, સાથે પૈસા આપીને બિટકોઈન ખરીદી શકાય છે. નાણાકીય લેવડદેવડ માટે બિટકોઈન સૌથી ઝડપી અને કુશળ કરન્સી માનવામાં આવે છે. તેના માટે બિટકોઈનને વર્ચ્યુલ કરન્સી પણ કહેવાય છે. તદઉપરાંત દુનિયાભરમાં કોમ્પ્યુટકમાં વાયરસ મોકલીને ખંડણીની માગવાનું કામ પણ બિટકોઈન દ્વારા કરાઈ રહ્યું છે. કાળુ નાણું, હવાલાનો ધંધો, ડ્રગ્સનું ખરીદ-વેચાણ, ટેક્સની ચોરી અને આતંકવાદી ગતિવિધિઓમાં આનો સૌથી વધારે ઉપયોગ થવાને કારણે જ બિટકોઈન સમાચારમાં રહે છે. બિટકોઈનના વધતાં જતા ઉપયોગથી દુનિયાભરની સુરક્ષા એજન્સીઓની ઉંઘ હરામ થઈ ગઈ છે. એટલા માટે જ ભારતમાં રીઝર્વ બેંક અને અન્ય કોઈપણ રેગ્યુલેટરે આ વર્ચ્યુલ કરન્સીને કાયદેસરની માન્યતા નથી આપી.