ગુજરાતમાં આ ઉમેદવારનો પ્રચાર છે સૌથી અલગ…

સુરત : સુરતની 4 (મજુરા, ઉધના, લીંબાયત, ચોર્યાસી) અને નવસારીની 3 (નવસારી, જલાલપોર, ગણદેવી)  વિધાનસભા બેઠક મળીને 2009માં અસ્તિત્વમાં આવેલી નવી “નવસારી” લોકસભા બેઠક ભાજપના ગઢ સમાન છે. કારણ અહીં સમાવિષ્ટ 7 વિધાનસભા ઉપર ભાજપના ધારાસભ્યો છે અને બધા બહુ લાંબી લીડથી જીત્યા છે. ત્રીજી વખત સાંસદ બનવા સી આર પાટીલ ભાજપના ઉમેદવાર છે. કોંગ્રેસે અહીં નવસારીના કોળી આગેવાન ધર્મેશ ભીમભાઇ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.
2014ની ચૂંટણીમાં દેશ આંખમાં સી આર પાટીલની લીડ ત્રીજા નંબરે હતી, આ વખતે પણ એમનું લક્ષ્ય લીડ વધારવાનું છે. એ માટે એમણે પચારની પણ અનોખી રીત અપનાવી છે. કઈ રીત? એક તો એમણે સમગ્ર વિસ્તારમાં લોકસંપર્ક માટે એકદમ અનોખો અને આધુનિક રથ બનાવ્યો છે. સી આર પાટીલ સમગ્ર વિધાનસભામાં આ રથમાં જનસંપર્ક કર્યો છે. શું છે આ રથમાં ખાસ? જીપની પાછળ ટ્રેલરની જેમ દોરીને લઈ જવાય તે રીતે તૈયાર કરેલો આ રથ એક મોબાઈલ ઓફિસ અને રેસ્ટ રૂમના સમન્વય જેવો છે. ચાલુ રથમાં જ લોકોનું  અભિવાદન ઝીલી શકાય તે માટે પાછળના ભાગે ગેલેરી બનાવાઈ છે. રથમાંથી સંબોધન કરવા માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ ફીટ કરાઈ છે. રથની બંને તરફ એલ.ઈ.ડીથી ચૂંટણીના સૂત્રોથી માંડીને લોકોને જાણ કરવા માટેની વિગતો દર્શાવવા માટે વી.એમ.એસ.(વેરિએબલ મેસેજ સાઈન સિસ્ટમ) પણ લગાડાઈ છે. એક તરફ એલઇડી છે, આ એલઇડીમાં વડાપ્રધાનના ભાષણ, પાર્ટીની જાહેરાત જેવું ઘણું બધું દર્શાવાઈ છે. આ રથ ઉપર  ઝીલતા લગભગ તમામ માટેક્ષેત્રનો પ્રવાસ સી આર પાટીલ એ કરી દીધો છે.
નવસારીને આદર્શ લોકસભા બનાવવા માટે ખાસ નવસારીના પ્રશ્નો અને મુદ્દાઓને લઈને એક મેનીફેસ્ટો બનાવ્યો છે. આરોગ્ય, પર્યાવરણ, શિક્ષણ, ટ્રાન્સપોર્ટેશન, કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ, ઉદ્યોગ, વેપાર, રોજગાર અને તાલીમ, રમત-ગમત, પુસ્તક પરબ જેવા અનેક મુદ્દા આવરી લઈને એક ખાસ મેનીફેસ્ટો એમણે પોતાના મતદારોએ આપ્યો છે. “હાશ” નામે એક એકદમ અનોખા પ્રોજેક્ટને પણ પ્રજા સમક્ષ મુક્યો છે. ગામ કે સોસાયટીના નાકે આવેલા ચોતરાનું પુનઃનિર્માણ કરીને ત્યાં હિંચકા, સામાયિકો, વર્તમાનપત્ર, પાણી અને લીલોતરી સાથે મનને હાશકારો મળે એવું સ્થળ બનાવાશે
25 – નવસારી લોકસભા ના નામે એક વિશેષ મોબાઈલ એપ  બનાવાઈ છે. સી આર પાટીલની ઓફિસમાં જ બનેલી આ એપ અનેક રીતે વિશેષ છે. એમાં વિધાનસભા, વોર્ડ, શક્તિ કેન્દ્ર, બુથ, પેજ સુધીની વિગતવાર મતદારયાદી છે. સાથે જ સી આર પાટીલની આઈએસઓ ઓફિસની મુલાકાતે આવ્યા હોય, એમના મતક્ષેત્રમાં સરકારી યોજનાના લાભાર્થી હોય કે બીજા કોઈ કારણસર એ સી આર પાટીલના સંપર્કમાં આવ્યા હોય એવા 8.5  નામ અને નંબર એમની ઓફિસમાં છે. આ તમામ સુધી મતદાનની વાત પહોંચાડવા માટે પણ આ ઍપ કામ કરે છે. ધારો કે તમને નવસારી મતક્ષેત્રના 100 લોકો ઓળખે છે, એ તમામને તમારે મતદાન કરવા માટે સંદેશો મોકલવો છે. તો આ એપ માધ્યમથી તમે એમના નામ મતદારયાદીમાં શોધી શકો છે. એટલું જ નથી એમના મતદાન મથક સહીતની વિગત સાથે નો મેસેજ તમારા મોબાઇલથી મોકલી શકો છે. એક ગેસ્ટ તરીકે તમે સી આર પાટીલ માટે મેસેજ કરી શકો છો. એવી જ રીતે મતદાન દિવસે બૂથ સુધીના કાર્યકરો અને નેતાઓ પણ આ ઍપ થકી સતત અપડેટ રહેશે.
chitralekha.com સાથે ખાસ વાત કરતા સી આર પાટીલ કહે છે, વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકાય, અનેક લોકોનો સંપર્ક કરી શકાય અને નાની સભા કરવી હોય તો સ્ટેજ પણ આ રથમાં જ હોય સમય અને ખર્ચ પણ બચે છે. એલઇડીના કારણે સરકારની યોજનાઓ, સિદ્ધિઓની માહિતી લોકો સુધી સતત પહોંચતી રહે છે. અમારા પક્ષનો કેન્દ્રીય મેનીફેસ્ટો છે જ અમે એની સાથે જ નવસારી ને લગતા સ્થાનિક મુદ્દાઓને આવરી લઈને જે સ્થાનિક માંગ છે એ પ્રશ્નોને આમ લીધા છે. મોબાઈલ ઍપના માધ્યમથી અમે વધુમાં વધુ મતદાનનો પ્રયત્ન કરીશું, અમારા કાર્યકર્તા, શુભેચ્છકો પણ મતદાન કરાવવામાં સહભાગી બને તેવી મોબાઈલ ઍપ અમે ઓફિસમાં જ તૈયાર કરી છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]