વિપક્ષ તરીકે અમને એ ગ્રેડ, ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ નહોતીઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે આજે ભાજપ અને કોંગ્રેસ બંન્નેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સાથે વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા જ્યારે કોંગ્રેસ તરફથી પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પત્રકારોએ રાહુલ ગાંધીને જણાવ્યું કે બીજેપી પણ મીડિયા સાથે વાત કરી રહી છે તો, રાહુલ ગાંધીએ કહ્યું કે વેરી ગુડ, વડાપ્રધાન મોદીની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ ચૂંટણી પરિણામથી ચાર પાંચ દિવસ પહેલા થાય છે. આ અજીબ છે કે વડાપ્રધાન અમિત શાહ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સાંભળ્યું છે કે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે અને કેટલાક પત્રકારોને પ્રવેશ આપવામાં નથી આવ્યો. બંધ ઓરડામાં પ્રેસ કોન્ફરન્સ થઈ રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે મારી પ્રેસ કોન્ફરન્સમાં સુધાર થઈ ગયો છે અને આ તમારા કારણે થયું છે એટલા માટે આપને પણ ધન્યવાદ. તેમણે કહ્યું કે હું પણ વડાપ્રધાન મોદીને સવાલ પૂછવા માંગુ છું કે તમે રાફેલ પર શાં માટે જવાબ ન આપ્યો. હું પૂછવા માંગુ છું કે અનિલ અંબાણીને સામાન્ય માણસના પૈસા શાં માટે આપવામાં આવ્યા. તમે મારી સાથે ડિબેટ કેમ ન કરી?

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે મોદીજીની જે ફિલોસોફી છે કે હિંસાની છે ગાંધીજીની નથી. બાકી જનતા 23 મેના રોજ જે નક્કી કરશે તેના આધાર પર કામ કરીશું. તેના પહેલા હું આ મામલે કશું જ નહી બોલું.

રાહુલ ગાંધીએ ચૂંટણી આયોગ પર સવાલ ઉઠાવતા કહ્યું કે આયોગે બાયસ્ડ રીતે કામ કર્યું છે. નરેન્દ્ર મોદીજી જે ઈચ્છે તે બોલી દે છે અને તે જ વાત માટે કોઈ અન્યને ટોકવામાં આવે છે. પક્ષપાત તો જરુર દેખાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે આ ચૂંટણીનું આખું જ શિડ્યુલ નરેન્દ્ર મોદીના કેમ્પેનિંગ માટે બનાવવામાં આવ્યું છે. અમારું કામ છે કે જનતાના મુદ્દાને ઉઠાવવાનું. તેમની પાસે અનલિમિટેડ પૈસા, ટીવી ચેનલ બધું જ છે અને અમારી પાસે માત્ર સત્ય છે.

તેમણે કહ્યું કે આ ચૂંટણી રાફેલના ભ્રષ્ટાચાર, રોજગાર, ખેડુતોની સ્થિતી, ઈકોનોમી, જીએસટી અને નોટબંધી પર થયો છે અને આના પર જવાબ નથી આપવામાં આવ્યો.

રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદીજીના માતા-પિતાનો આદર કરું છું અને વડાપ્રધાન પદનો આદર કરું છું અને હું તેમને નફરતના બદલામાં પ્રેમ આપીશ.  રાહુલ ગાંધીએ જણાવ્યું કે વર્ષ 2014માં લોકસભામાં અમારા નંબર ઓછા હતા પરંતુ કોંગ્રેસે વિપક્ષની ભૂમિકા એ ગ્રેડથી નિભાવી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]