દિલ્હીમાં ગુજરાતીઓની વસ્તી ધરાવતા વિસ્તારમાં વિજય રૂપાણી કરશે ચૂંટણી પ્રચાર

નવી દિલ્હી- લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 12 મે ના રોજ મતદાન થશે, જેમાં દિલ્હીની 7 લોકસભા બેઠકોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પ્રચારમાં ભાગ લઇને  ૩ મે ના રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં બે જાહેરસભાને સંબોધન કરશે.

વિજયભાઇ રૂપાણી શુક્રવારે, 3 મે ના રોજ સાંજે નવી દિલ્હી પહોંચીને ૬ વાગ્યે ગુડીયાવાલ મંદિર, રઘુબીરનગર પશ્ચિમ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પ્રવેશ વર્મા માટે જાહેરસભા સંબોધશે. જ્યારે રાત્રે ૮ વાગ્યે પૂર્વ દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે ગુજરાત વિહારમાં જનસભા સંબોધન કરીને લોકસભા બેઠકના ગૌતમ ગંભીરના સમર્થનમાં પ્રચાર ઝૂંબેશમાં જોડાશે.

વિજયભાઇએ આ પહેલા મુંબઈમાં પણ રોડ શો કર્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]