બારડોલી: પ્રભુનું પ્રભુત્વ રહેશે કે તુષારભાઈનું તીર ચાલશે?

દક્ષિણ ગુજરાતની આ બેઠક આદિવાસીઓનું પ્રભુત્વ ધરાવે છે અને અનુસૂચિત જનજાતિ(એસ.ટી.) માટે આરક્ષિત છે. આ મતવિસ્તારના 18,13,908 મતદાતાઓમાંથી 6,45,642 આદિવાસી, 4,03,526 ઓ.બી.સી., 80,705 દલિત, અને 7,20,000 અન્ય સમુદાયના છે. આ મતવિસ્તારમાં માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી, મહુવા, વ્યારા અને નિઝર વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

અગાઉ માંડવી નામે ઓળખાતી આ બેઠકને નવા સીમાંકન પછી બારડોલી નામ મળ્યું. 2004 અને 2009માં અહીંથી ચૂંટાઈને ગયેલા પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર ને કૉંગ્રેસી સાંસદ તુષાર ચૌધરીને 2014માં ભાજપના પ્રભુભાઈ વસાવાએ હરાવ્યા હતા, જેમને ભાજપ દ્વારા 2019 માટે પણ રિપિટ કરાયા છે. જોકે સાંસદ થયા પછી સ્થાનિકો લોકસંપર્કના અભાવ, નાગરિકી સુવિધાઓ ઊભી કરાવવી શકવાની નિષ્ફળતા, રોડ-હાઈવેનાં બાંધકામમાં વિલંભ જેવાં કારણોને લીધે લોકોની નારાજગી ભાજપને ભારે પડી શકે છે. 1999 અને 2014ની લોકસભા સિવાયની 12એ ચૂંટણીમાં આ બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ છે.

દક્ષિણ ગુજરાતની બારડોલી બેઠક એટલે આમ તો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીનો વિસ્તાર  આદિવાસીઓનું  પ્રભુત્વ ધરાવતી આ બેઠક  અનુસૂચિતજનજાતિ (એસ.ટી.)  માટે  આરક્ષિત  છે. અગાઉ માંડવી  નામે ઓળખાતી આ લોકસભા બેઠકને નવા સીમાંકન પછી બારડોલી નામ મળ્યું છે. 2004 અને 2009ની ચૂંટણીમાં અહીંથી ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી જીતી ચૂક્યા છે. જો કે ગઇ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વાવાઝોડા વચ્ચે તુષારભાઇને હારનો સામનો કરવો પડયો હતો. ભાજપના પ્રભુ વસાવા અહીંથી 1,23, 884 મતથી જીત્યા હતા.

કુલ 18,13,908 મતદાતાઓ ધરાવતી આ લોકસભા બેઠકમાં અંદાજે 6,45,642 આદિવાસી, 4,03,526  ઓ.બી.સી., 80,705 દલિત અને 7,20,000 મતદારો અન્ય સમુદાયનાછે. દેખીતી રીતે જ આદિવાસી મતદારો અહીં નિર્ણાયક પૂરવાર થાય છે.  માંગરોળ,  માંડવી,  કામરેજ,  બારડોલી,  મહુવા,  વ્યારા  અને  નિઝર  વિધાનસભા બેઠકોનો સમાવેશ કરતી આ લોકસભા બેઠકમાંથી ભાજપ પાસે માંગરોળ, કામરેજ, બારડોલી, મહુવા એમ ચાર બેઠક છે, જયારે કોંગ્રેસ પાસે માંડવી, વ્યારા અને નિઝર બેઠક છે. વિધાનસભાની ચૂંટણી પ્રમાણે ગણતરી કરીએ તો ભાજપ અહીં કોંગ્રેસ કરતા ફક્ત 11, 858 મતથી જ પાછળ છે એટલે બન્ને પક્ષ વચ્ચે અહીં કાંટે કી ટક્કર રહેવાની અપેક્ષા છે. પરંપરાગત રીતે આ બેઠક કોંગ્રેસની છે.  1999  અને  2014  સિવાયની  તમામ  ચૂંટણીમાં  આ બેઠક કૉંગ્રેસના ફાળે ગઈ છે.

ભાજપે આ વખતે સિટીંગ સંસદસભ્ય પ્રભુ વસાવાને  અહીં મેદાનમાં ઉતાર્યા છે. પ્રભુ વસાવા સામે સ્થાનિક લોકસંપર્કનો અભાવ, પ્રાથમિક સુવિધાઓ અપાવવામાં નિષ્ફળતા, રોડ-હાઈવેનાં બાંધકામમાં વિલંબ જેવાં કારણોને  લીધે લોકોની નારાજગી છે અને એ ભાજપને ભારે પડી શકે છે. કોંગ્રેસે આ પરિબળોને ધ્યાનમાં રાખીને અહીં તુષાર ચૌધરીને જ ટીકીટ આપી છે. તુષારભાઇની પસંદગી સામે સ્થાનિક કોંગ્રેસમાં ય વિરોધ હતો, પણ તુષારભાઇ એ વિરોધને ખાળી શકશે એમ માનીને એમને જ ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ માટે આ બેઠક પર આ વખતે કપરા ચઢાણ છે અને એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં પહેલી ચૂંટણી જાહેરસભા આ વિસ્તારમાં રાખવામાં આવી હતી.

આ બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]