અમદાવાદ- પૂર્વ : ભાજપના ગઢમાં ગીતાબહેન ગાબડું પાડશે?

અમદાવાદ-પૂર્વ લોકસભા મતવિસ્તાર એ આમ તો પ્રમાણમાં નવી રચાયેલી બેઠક છે. 2008માં ડિ-લિમિટેશનની  પ્રક્રિયાપછી આ મતવિસ્તારની રચના કરવામાં આવી હતી અને એ પછી  અહીં  2009  અને  2014  એમ બે  લોકસભાનીચૂંટણીયોજાઈ ચૂકી છે. બન્ને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી થયા છે એટલે આ બેઠકને ભાજપની મજબુતબેઠકોમાંની એક ગણવામાં આવે છે.

2009ની ચૂંટણીમાં અહીં ભાજપના ઉમેદવાર હરીન પાઠકે કૉંગ્રેસના ઉમેદવાર દીપક બાબરિયાને 86056 મતોથી હરાવ્યાહતા. ભાજપને આ ચૂંટણીમાં 53.37 ટકા અને કૉંગ્રેસને 38.97 ટકા મત મળ્યા હતા. જ્યારે 2014ની ચૂંટણીમાં ભાજપનાપરેશ રાવલે કૉંગ્રેસના હિંમતસિંહ પટેલને 3,26,633 મતોની જંગી બહુમતીથી હાર આપી હતી. નોટા(NOTA-none of the above નન  ઓફ  ધી  અબવ) ને  14,358  મત  મળ્યા  હતા,  પણ  ભાજપની  જીતનું  માર્જિન જોતાં નોટા-ફેક્ટર અહીં નગણ્યસાબિત થયું હતું.

અંદાજે કુલ 17,87,618 મતદાર સંખ્યા ધરાવતી આ બેઠકમાં આશરે બે લાખ જેટલા પટેલ મતદારો, સવા બે લાખ જેટલાદલિત અને એટલી જ સંખ્યામાં ઓ.બી.સી. મતદારોનો સમાવેશ થાય છે. લઘુમતી મતદારોની સંખ્યા અહીં 1,19,000જેટલી છે.

આ લોકસભા મતવિસ્તારમાં દહેગામ, ગાંધીનગર(દક્ષિણ), વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર અને બાપુનગર એમસાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે, જેમાંથી છ બેઠક ભાજપ પાસે અને બાપુનગરની એક વિધાનસભા બેઠક કૉંગ્રેસપાસે છે. દહેગામ અને ગાંધીનગર(દક્ષિણ)ને બાદ કરતા બાકીની પાંચેય બેઠક અમદાવાદના શહેરી વિસ્તારની ગણાય છેએટલે ભાજપ માટે અહીં રસ્તો આસાન હોવાનું મનાય છે. આ બેઠકમાં ખાસ કરીને બાપુનગર, ઠક્કરબાપાનગર અને નિકોલવિસ્તારમાં સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકોની વસતી ખૂબ મોટી સંખ્યામાં છે એટલે સૌરાષ્ટ્રની રાજકીય ઘટનાઓની અસર આવિસ્તાર પર પણ પડી શકે છે.

2019ની આ ચૂંટણીમાં ભાજપના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે ચૂંટણી લડવા માટે પહેલેથી જ અનિચ્છા દર્શાવીહોવાથી ભાજપે છેલ્લી ઘડીની મથામણ પછી અમરાઇવાડી વિધાનસભાથી ચૂંટાયેલા ધારાસભ્ય હસમુખ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. સામે કોંગ્રેસે હાર્દિક પટેલની પાસ ટીમના મહિલા અગ્રણી ગીતાબહેન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. બન્ને પટેલ ઉમેદવારો છે એટલે પટેલ મતોનું વિભાજન થઇ શકે છે. આ બેઠક પર કુલ ઉમેદવારો મેદાનમાં છે.

જ્ઞાતિ આધારિત સમીકરણો ઉપરાંત શહેરી વિસ્તાર હોવાથી શહેરના પ્રશ્નો પણ મતદાનમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. ભાજપ સરકારે ચૂંટણી પહેલાં જ પૂર્વ વિસ્તારમાં મેટ્રો રેલનું ઉદઘાટન કરીને અહીંના મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રસ અહીં સંપૂર્ણપણે હાર્દિક પટેલ અને પાસ ફેક્ટર પર આધારિત છે.

આ બેઠક પર કુલ 26 ઉમેદવારો ઊભા છે.