મુંબઈમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો રોડ શો

મુંબઈ- ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજકાલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભાજપના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. ગુજરાતમાં મતદાન પૂરૂં થ ગયું છે ત્યારે વિજય રૂપાણીએ આજે મુંબઈના ઘાટકોપર પૂર્વ વિધાનસભા વિસ્તારમાં રોડ શો કર્યો હતો.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને મૂળ ગુજરાતી મનોજ કોટકના સમર્થનમાં રોડ શો કરીને ઘાટકોપર સ્થિત ભાનુશાળી વાડી ખાતે ચૂંટણી સભા પણ સંબોધિત કરી હતી. મુખ્યપ્રધાનના રોડ શોમાં મોટી સંખ્યામાં પાર્ટી કાર્યકર્તાઓ જોડાયા હતાં.

હવે આવતીકાલે એટલે કે, 28 એપ્રિલે વિજયભાઇ મધ્યપ્રદેશની સાગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજબહાદુરજીના સમર્થનમાં પ્રચાર ઝૂંબેશનું નેતૃત્વ કરશે.

આ ઉપરાંત, એ રવિવારે સવારે 10 વાગ્યે રવિન્દ્ર ભવન સાગર (મધ્ય પ્રદેશ)માં આયોજિત એક પ્રચારસભાને પણ સંબોધિત કરશે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]