ચૂંટણી પ્રચારમાં તેજી પણ પ્રચાર સાહિત્યના ધંધામાં મંદી

સુરત : ચૂંટણીના દિવસો જેમ નજીક આવી રહ્યા છે એમ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. અલબત્ત 2014 જેવો ઉત્સાહ કે માહોલ 2019ની ચૂંટણીમાં જોવા નથી મળી રહ્યો. ચૂંટણીનો માહોલ લોકોમાં અને કાર્યકરોમાં જમાવવામાં માટે વર્ષોથી અલગ અલગ તરકીબો અજમાવાઈ છે, એ તમામ તરકીબોમાં ચૂંટણીને લાગતું સાહિત્ય સૌથી અવ્વલ હોય છે.

એક સમય હતો જયારે જયારે ઝંડા અને પેમ્પલેટથી કામ ચાલી જતું હતું. પણ હવે અનેક પ્રકારની પ્રચાર સામગ્રી ઉપલબ્ધ છે અને એમાં ઉમેરો થતો રહે છે. અલબત્ત ડિજિટલ પ્લેટફોર્મ ઉપરનો પ્રકાર જ અલગ હોય છે.

અનીશ બારડોલીય

 

જ્યાં સુધી પ્રચાર સાહિત્યની વાત છે એમાં કેપ, મફલર, ઝંડા, કેટ આઉટ્સ, ટી-શર્ટ જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. સુરતમાં વૈભવી ઇન્ડસ્ટ્રીઝના નામે અલગ રાજકીય પક્ષોના ઝંડા અને બીજી સામગ્રી બનાવતા અનીશ બારડોલીયા ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, અત્યારે અમારે ત્યાં બીજેપી અને શિવસેનાનું મહારાષ્ટ્રનું કામ ચાલે છે. સાથેજ પશ્ચિમ બંગાળથી તૃણમૂલ કોંગ્રેસની કામ પણ ચાલી રહ્યું છે. અલબત્ત સૌથી વધુ કામ બીજેપી અને એ પછી કોંગ્રેસનું આવ્યું છે. કોંગ્રેસનું સાશન જે રાજ્યમાં છે એ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીશગઢ અને પંજાબથી માંગ આવી છે. ભાજપ તરફથી જે ઓર્ડર મળ્યા એમાં સૌથી વધુ વસ્તુઓ ‘ઓરિસ્સા’ ગયું છે.

સીપીઆઈ (એમ) (કંમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી), જેએમએમ (ઝારખંડ મુક્તિ મોરચા) એસપી (સમાજવાદી પાર્ટી) બીએસપી (બહુજન સમાજ પાર્ટી) જેવા અનેક પ્રાદેશિક પક્ષોએ ગત ચૂંટણીની સરખામણીએ પ્રચાર સાહિત્ય ઉપર બહુ ઓછો ખર્ચ કર્યો છે.

છેલ્લા 25 વર્ષથી રાજકીય પક્ષો માટે પ્રચાર સાહિત્ય બનાવતા અને આખા દેશમાં વિતરણ કરતા મનોજ ગોયલ 2019ની ચૂંટણીથી બહુ વ્યથિત છે. અમારા માટે આટલી ખરાબ ચૂંટણી બીજી એક પણ નથી. કોઈ સારી માંગ જ નથી. ચૂંટણી પંચના આકરા નિયમો પણ રાજકીય પક્ષોને ચૂંટણી સાહિત્ય ખરીદતા અટકાવે છે.

કારણો અલગ અલગ છે, કોઈ કહે છે કે ચૂંટણી પંચની સખ્તી નડે છે તો કોઈ ના માટે મંદી નડે છે. એક તરફ એવું કહેવાય છે પ્રચાર સાહિત્યના ઉત્પાદનમાં પણ ધીમે ધીમે ચીન એ પણ પ્રવેશ કર્યો છે.

-ફયસલ બકીલી

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]