કોંગ્રેસ ઘોષણા પત્રઃ હમ નિભાયેંગે વાદા!

0
344

અમદાવાદ- કોંગ્રેસ પક્ષ દ્વારા 2019 લોકસભા ચૂંટણી પૂર્વે ઘોષણા પત્ર પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવ્યું. 5 એપ્રિલ, શુક્રવારે અમદાવાદ ખાતેના કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષ જીતશે તો એના મુખ્ય સંકલ્પો શું રહેશે..એ બાબતોનું પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું.

ગરીબી નાબૂદ કરવા લઘુત્તમ આવકની બાંહેધરી, રોજગાર ક્રાંતિ, કિસાનો અને કૃષિ શ્રમ, સાર્વત્રિક સ્વાસ્થ્ય સેવા, જીએસટી, સશસ્ત્ર અને અર્ધ લશ્કરીદળો, પ્રત્યેક બાળક માટે ગુણવત્તાયુકત શિક્ષણ, જાતીય ન્યાય,આદિવાસીઓ માટે યોજના, આવાસનો અધિકાર, ઘૃણાપ્રેરિત ગુનાખોરીનો અંત, સ્વાતંત્ર્યની ઉજવણી, આપણી સંસ્થાઓનું રક્ષણ, શહેરો અને શહેરી પ્રશાસન, પર્યાવરણ અને આબોહવા જેવી અનેક બાબતો ઘોષણા પત્રમાં વણી લેવામાં આવી છે.

 

જો કોંગ્રેસની સરકાર આવશે તો ઘોષણા પત્રમાં જણાવેલા તમામ મુદ્દાઓનું અમલીકરણ કરવામાં આવશે એમ ગુજરાત પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું હતું.

 

તસવીર-અહેવાલ: પ્રજ્ઞેશ વ્યાસ