ભાજપને ઘેરવા ભાજપના નેતા ગુજરાત પ્રવાસે…

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની મોસમમાં ભાજપના નેતા, પૂર્વ નાણાંપ્રધાન યશવંત સિંહા ગુજરાતના પ્રવાસે આવશે. જાણવા મળ્યાં પ્રમાણે કોંગ્રેસ સમર્થિત એનજીઓ અને વેપારઉદ્યોગ જગતના કેટલાક અગ્રણીઓના આમંત્રણને સ્વીકારી યશવંત સિંહા ગુજરાત આવી રહ્યાં છે.તેઓ આગામી સપ્તાહમાં આ તેવી શક્યતા છે.

તાજેતરમાં નોટબંધી અને દેશની અર્થવયવસ્થાને લઇને કેટલાક નિવેદનોથી આ નેતાએ ભાજપના જ નેતાઓની નારાજગી વહોરી હતી. એવામાં ચૂંટણી પહેલાં ગુજરાત આવીને આ મુદ્દાઓ વિશે વેપારીજગત સાથે વાત કરવી ભાજપ માટે ભારે પડી શકે છે.ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ સરકારને નોટબંધી અને આર્થિક તંત્રની બેહાલીના મુદ્દા ઉઠાવી ભાજપને ઘેરી રહી છે. આ ઉપલક્ષમાં કોંગ્રેસના પી ચિદમ્બરમે રાજકોટમાં વેપારીઓ સાથે વાત કરી હતી. ત્યાં યશવંત સિંહા રાજકોટ, અમદાવાદ અને સૂરતના વેપારીજગત સાથે વાર્તાલાપ કરશે. અમદાવાદમાં તેઓ 14 નવેમ્બરે અને 15 નવેમ્બરે રાજકોટ અને 16 નવેમ્બરે સૂરતમાં આ કાર્યક્રમ યોજાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]