વિધાનસભાની ચૂંટણીની કેટલીક રસપ્રદ વિગતો

ગાંધીનગર- રાજ્યમાં કુલ ૧૮૨  બેઠકો માટે આગામી ૯ ડિસેમ્બર અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણી માટે ચૂંટણીપંચ સંપૂર્ણ સજ્જ છે. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારીપત્રો ભરવાની શરુઆત તા.૧૪ નવેમ્બરથી થશે.રાજ્યમાં પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં મતદાન થનાર છે તેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ , નર્મદા, ભરુચ, સૂરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડનો સમાવેશ થાય છે.આગામી ૧૪ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થનાર છે. તેમાં અમદાવાદ, બનાસકઠા, પાટણ, મહેસાણા, સાબરકઠા, અમરેલી, ગાંધીનગર, આણંદ , ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ વડોદરા, છોટાઉદેપુર, જિલ્લાઓનો  સમાવેશ થાય છે.

આ ચૂંટણીમાં અંદાજે ૫૦ હજાર બૂથ પર મતદાન યોજશે. આ વખતે જે ઇ.વી.એમ. મશીનો છે તેમાં એક બૂથમાં એક મશીનમાં અંદાજે ૧૨૦૦ થી ૧૪૦૦ મતદારો મતદાન કરી  શકશે. જે બૂથમાં ૧૪૦૦થી વધારે મતદારો હશે ત્યાં પૂરક ઇ.વી.એમ. મશીન મૂકવામાં આવશે.

વર્ષ ૨૦૧૨માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં ૩૩ જિલ્લામાં કુલ ૩,૮૦,૭૭,૪૦૫ મતદારો હતાં. જેમાં કિન્નરોની સંખ્યા ૧૮૯ હતી. આ વખત ચુંટણીમાં કુલ ૪,૩૩,૩૭,૪૯૨ મતદારો છે. આમ ગત ચૂંટણી કરતાં આ વખતે ૫૨,૬૦,૦૮૭ મતદારોનો વધારો થયો છે. જ્યારે કિન્નરોની સંખ્યા ૬૮૮ છે. તેમા ૪૯૯નો વધારો  થયો છે. ગત ચૂંટણીમાં કુલ પુરુષ મતદારોની સંખ્યા ૧,૯૯,૩૩,૫૫૬ અને મહિલા મતદારોની સંખ્યા ૧,૮૧,૪૩,૬૬૦ હતી. જ્યારે આ વખતે પુરુષ મતદારો ૨,૨૫,૬૬,૨૬૯ અને મહિલા મતદારોની સંખ્યા ૨,૦૭,૭૦,૫૩૫ છે.

રાજ્યમાં ચૂંટણીની પ્રક્રિયા ૨૦ ડિસેમ્બરે પૂર્ણ થશે.અને મતગણતરી ૧૮ ડિસેમ્બરે થનાર છે. તે જ દિવસે હિમાચલ પ્રદેશની મતગણતરી પણ થનાર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]