ભાજપ કાર્યાલય પર અમિત શાહની હાજરીમાં વિરોધ પ્રદર્શન

ગાંધીનગર– ભાજપની પ્રથમ યાદી જાહેર થયાના બીજા દિવસે નારાજ થયેલા ઉમેદવારોએ વિરોધ ચાલુ રાખ્યો છે. ભાજપના પ્રવકતા અને ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાને ટિકિટ નહી મળતા નારાજ થયેલા કાર્યકરોએ જાડેજાને ટિકિટ આપવાની માંગ સાથે ગાંધીનગર-કોબા પાસે આવેલ કમલમ કાર્યાલય પર હલ્લાબોલ કર્યો હતો. ખુબ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ગુજરાત ભાજપના મુખ્યાલય પર પહોંચીને અમિત શાહની હાજરીમાં જોરદાર હોબાળો કર્યો હતો.

ક્ષત્રિય સમાજના લોકોએ ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા, તે સાથે તેમણે વંદે માતરમના નારા સાથે ભાજપના કાર્યાલયને ઘેરીને ગુંજવી દીધું હતું. વઢવાણ બેઠક પર આઈ કે જાડેજાને ટિકિટ નહી મળતાં તેમના સમર્થક નારાજ થયા હતા. પાટીદારોને મનાવવા માટે વઢવાણ બેઠક ભાજપે પાટીદાર નેતા ધનજીભાઈને ટિકિટ આપી છે. એટલા માટે ક્ષત્રિય સમાજ ભાજપથી નિરાશ થયો છે.

વિરોધ પછી અમિત શાહે ક્ષત્રિય સમાજને વિશ્વાસ આપ્યો હતો કે તેમની વાત સાંભળવામાં આવશે. તેમ છતાં વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. ભાજપે 70 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં 49 નામ રીપીટ છે, એટલે કે ચાલુ ધારાસભ્યોને ફરીથી મોકો આપ્યો છે. કોંગ્રેસમાંથી આવનાર નેતાને પણ ટિકિટ આપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]