ગુજરાત ચૂંટણીજંગમાં “ગબ્બરસિંહ” બાદ “ઠાકુર”ની એન્ટ્રી

સૂરત- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નિવેદનબાજીઓ જોતા એવું લાગે છે કે પાર્ટીઓ આ વખતે બોલિવૂડની સદાબહાર ફિલ્મ ‘શોલે’થી કંઈક વધારે પ્રભાવિત છે. આ ફિલ્મના કેરેક્ટર અને ડાયલોગ્સનો જાદૂ આ ચૂંટણી જંગમાં જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધી પહેલા એવા વ્યક્તિ છે જેમણે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન આ ફિલ્મને અનુલક્ષીને મોદી સરકાર પર પ્રહારો કર્યા છે. જીએસટીને ગબ્બરસિંહ ટેક્સ કહ્યો હતો, તે તો આપને યાદ હશે.ગત મહિને અમદાવાદની એક ચૂંટણી રેલીમાં રાહુલે જીએસટીની મજાક ઉડાવતા જીએસટીનું ફુલફોર્મ ગબ્બરસિંહ ટેક્સ આપ્યું હતું. અત્યારે સૂરતમાં શોલે ફિલ્મનો વધુ એક જાણીતું કેરેક્ટર ‘ઠાકુર’ ચૂંટણીનો પોસ્ટર બોય બનીને સામે આવ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે શોલેમાં ઠાકુર બલદેવસિંહ ઉર્ફે ઠાકુરનો રોલ નિભાવનારા સંજીવ કુમાર પણ સૂરતી હતા. સંજીવ કુમારનું સાચું ગુજરાતી નામ પણ હરિહર જેઠાલાલ જરીવાલા હતું.

આ સપ્તાહે સૂરતના લોકો શહેરમાં સવારના સુમારે અચાનક સંજીવકુમારનું પોસ્ટર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. સત્તારૂઢ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલું પોસ્ટર વૉરનું જ આ પરિણામ છે કે સંજીવ કુમાર જેવા દિગ્ગજ અભિનેતા ફરીથી નજરમાં આવ્યાં છે. જીએસટીને ટાર્ગેટ કરવા માટે શોલે ફિલ્મના સંવાદોનો ખૂબ ઉપયોગ થઈ રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]