16 નવેમ્બરે કોંગ્રેસ પ્રથમ યાદી જાહેર કરશે… કોંગ્રેસની સંભવિત યાદી

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનું આગામી સપ્તાહથી શરૂ થશે. ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગી માટે રાતદિવસ એક કરી રહ્યા છે. તમામ રાજકીય પક્ષોને પોતાના ઉમેદવારો પસંદ કરવામાં આ વખતે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસમાં અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને ત્યાર પછી હાર્દિક પટેલ ફેક્ટર પ્રભાવી છે. જેથી જાતિવાદી સમીકરણો રચાઈ રહ્યા છે, માટે કોંગ્રેસ પણ ટિકિટ આપવા માટે ભારે કશ્મકશમાં છે. જ્યારે બીજી તરફ ભાજપ પણ કોંગ્રેસ સામે ટક્કર આપીને ભારે બહુમતીથી જીતી શકે તેવાને તક આપશે.તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે અમો 16 નવેમ્બરે પ્રથમ યાદી જાહેર કરીશું, જેમાં 70 ઉમેદવારોના નામ હશે.

ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્રારા આ વખતે વર્તમાન ૪૩ સભ્યોમાથી ૩૭થી ૩૯ ઉમેદવારોની પસંદગી પર મોવડી મંડળે મહોર મારી દીધી છે. જ્યારે ચાર જેટલા ઉમેદવારોની પસંદગી માટે ખુબ જ ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. આમાં ૭૦થી ૭૫ વર્ષથી વધુ ઉમરના ઉમેદવારને તક આપવી કે નહિ તે બાબત મહત્વની બની છે અને તે માટે ગહન ચર્ચા ચાલી રહી છે. સુત્રો દ્વારા મળેલી માહિતીને આધારે કોંગ્રેસે જે ઉમેદવાર ફાઈનલ કર્યા છે, તેમના નામ પર એક નજર કરીએ.

કોંગ્રેસપક્ષ દ્રારા આજની સ્થિતિએ સંભવિત ઉમેદવારોની યાદીઃ

(૧) ગાંધીધામ   

(૨) ખભાળિયા

(૩) કાલાવડ 

(૪) દ્વારકા

(૫) રાજકોટ ગ્રામ્ય

(૬) રાજકોટ શહેર

(૭) ઉના  

(૮) જસદણ

(૯) વિસાવદર 

(૧૦) માણાવદર

(૧૧) તાલાલા 

(૧૨) દસાડા

(૧૩) જૂનાગઢ 

(૧૪) પોરબંદર

(૧૫) માંગરોળ

(૧૬) અમરેલી

(૧૭) ઇડર

(૧૮) વડગામ

(૧૯) કડી

(૨૦) કોડિનાર

(૨૧) અસારવા

(૨૨) દાણીલીમડા

(૨૩) વડોદરા શહેર

(૨૪) બારડોલી

(૨૫) કપરાડા

(૨૬) વ્યારા

(૨૭) ગાંધીનગર 

(૨૮) ગાંધીનગર દક્ષિણ

(૨૯) માણસા

(૩૦) દહેગામ

(૩૧) છોટા ઉદેપુર

(૩૨) સુરત

 કિશોર બિહોલા

મંગળ ચાવડા

પ્રવીણ મૂછળિયા

મેરામણ ગોરીયા

સુરેશ મછવારા

ઇન્દ્રનીલ રાજગુરુ

પુંજાભાઇ વંશ

કુવરજી બાવળીયા

હર્ષદ રિબડિયા

જવાહર ચાવડા

ભગાભાઈ બારડ

નોશદા સોલંકી

અશોક ભટ્ટ

અર્જુન મોઢવાડિયા

બાબુભાઇ વાજા અથવા ડો.ચંદ્રિકાબેન ચુડાસમા

પરેશ ધાનાણી

રામભાઇ સોલંકી

મણિભાઈ વાધેલા

રમેશ ચાવડા

બેનાબહેન વાઢેર

રાજુભાઇ પરમાર

શૈલેશ પરમાર

પિંકી સોલંકી

તરુણ વાધેલા

જીતુભાઈ ચોધરી

પુનમભાઈ ગામિત

નિશિત વ્યાસ

હિમાંશુ પટેલ

બાબુજી ઠાકોર

કામીનીબા રાઠોડ

મોહનસિંહ રાઠવા

ધીરુભાઈ ગજેરા

 

સતાધારી પક્ષ પણ આ વખતે પ્રજાના રોષ નો ભોગ ન બનવું તેની પૂરેપુરી કાળજી લઈ એક નિર્ણય પર ચોકકસ આવી ગયો છે.વર્ષ ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ પક્ષમાં જે ઉમેદવારો ૫૦૦૦ મત કે તેનાથી ઓછા મતથી વિજયી થયા છે, તેવા ઉમેદવારોને રિપીટ કરવાના મૂડમાં નથી.

ભાજપ પક્ષ પોતાની પ્રથમ યાદી આગામી ૧૬ નવેમ્બરના રોજ જાહેર કરશે. ભાજપને હાલના સંજોગોમાં ૩૫ જેટલી બેઠકો પર જ્યાં ભાજપનો કબજો હતો, ત્યાં ૨૦થી ૨૫ ટકા રોષનો ભોગ બનવું પડે તેમ છે. તેવા અહેવાલને પગલે પાર્લામેન્ટ્રી બોર્ડ દ્રારા ૫૦૦૦ મતથી ઓછા મતવાળી બેઠકો બદલવા પર મક્કમ થયેલ છે, તેમ જાણવા મળી રહ્યું છે.  

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]