પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ ૯૫ નિરીક્ષકો નીમાયા

ગાંધીનગર– ભારતના ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાના મતદાનના જિલ્લાઓમાં ૩૯ ખર્ચ નિરીક્ષકો અને ૫૬ સામાન્ય નિરીક્ષકો એમ કુલ ૯૫ નિરીક્ષકોની નિમણૂક કરવામા આવી છે. તેઓ ઉમેદવારના ખર્ચ અને ચૂંટણીની અન્ય પ્રક્રિયા પર દેખરેખ રાખશે.રાજ્યમાં ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ રાખવા માટે જાહેરનામાની તારીખ ૧૪ નવેમ્બર, ૨૦૧૭થી પ્રથમ તબક્કાના મતદાન માટે ૩૦૫ સ્ટેટીક સર્વેલન્સ ટીમ (SSTs) કાર્યાન્વિત કરવામાં આવી છે. રાજ્યભરમાં આવકવેરા વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ.૫૦ લાખની રોકડ અને રૂ.૭.૩૩ કરોડનું સોનું અને ઝવેરાત જપ્ત કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા  રૂ.૪૨,૭૦૦નો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]