Saturday, July 12, 2025
Google search engine
HomeUncategorizedઆ લખવા માટેની પ્રેરણા તું છે... – મુક્તિ નાયક

આ લખવા માટેની પ્રેરણા તું છે… – મુક્તિ નાયક

 

પ્રિય…

પ્રેમ એક અહેસાસ

પ્રેમ એક લાગણી

બે વ્યક્તિ વચ્ચેનો લાગણીનો સેતુ

ભરબપોરે શીતળતાનો અહેસાસ

પ્રેમ એટલે નિસ્વાર્થ હેત, જેમાં હારી ને પણ જીતવાની મજા

પ્રેમ તો વરસાદના પડવાથી માટીની મીઠી સોડમ જેવો

પ્રેમ તો કોઈ નદીને પૂછો જે દરિયાને મળવા આતુર છે! પણ એને ક્યાં ખબર છે કે ત્યાં તેના અસ્તિત્વ પર પૂર્ણવિરામ છે.

પ્રેમ તો દરિયાનાં મોજાને પૂછો જે કિનારા માટે છે જે ઘડીક મળીને છૂટા પડે છે.

પ્રેમમાં કોઈ શરત નથી. કોઈ કાયદા નથી.

પ્રેમની કોઈ વ્યાખ્યા નથી.

તું મને ઘણી વખત ફરિયાદ કરું છે કે તું મને પ્રેમ નથી કરતી. આજે હું તને જણાવવા માગું છું કે તું મારા માટે શું છે.

તું દરિયો છે તો હું નદી છું, તને મળવા હું દોડતી-કૂદતી આવું છું.

તું મારી ગાડીનું એ એન્જિન છે જેના વિના હું દિશાવિહોણી છું.

તું મારી જિંદગીનું એ ગણિત છે જેના વિના મારા દાખલા અધૂરા છે.

તું મારા ગુલાબની એ સોડમ છે જેના વગર હું કરમાયેલું ફૂલ છું.

તું એ કિનારો છે જેને મળવા હું તત્પર છું.

મારા માટે તારી હાજરી ઘણી મહત્વની છે. તું ન હોય તો જિંદગીનું વહાણ મધદરિયે ડૂબતું હોય એવું લાગે છે. અને તારી હાજરી તો મારા ડૂબતા વહાણ ને કિનારે પહોંચાડી દે છે.

હું કવિ તો નથી જ પણ આ પંક્તિ લખવા માટેની પ્રેરણા તો તું જ છે.

તારી… મુક્તિ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular