Tuesday, July 15, 2025
Google search engine
HomeUncategorizedઆ મહિલાએ 94 વર્ષ પહેલા સાડી પહેરીને ઉડાવ્યું હતું વિમાન

આ મહિલાએ 94 વર્ષ પહેલા સાડી પહેરીને ઉડાવ્યું હતું વિમાન

આંતરાષ્ટ્રીય મહિલા દિવસ 2020: કહેવાય છે કે થોડી આઝાદી મળી જાય તો આકાશની ઉંચાઈઓ પર પહોંચવાની ક્ષમતા મહિલાઓ ધરાવે છે. જો કે અત્યારના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું નામ ઉજળું કરી રહી છે. સેનાથી લઈને મોટી-મોટી બિલ્ડિંગના નિર્માણમાં પણ મહિલાઓ અગ્રક્રમે છે. આટલું જ નહી પરંતુ આકાશની ઉંચાઈઓને સ્પર્શનારી આ મહિલાઓ આજે ફાઈટર પ્લેન પણ ચલાવે છે. એવું નથી કે અત્યારની જ ભારતીય મહિલાઓ આ પ્રકારના કામો કરી રહી છે પરંતુ આજથી આશરે 94 વર્ષ પહેલા વર્ષ 1936 માં જ ભારતીય મહિલાએ પ્લેન ઉડાવ્યું હતું.

આ મહિલાનું નામ સરલા ઠકરાલ છે અને અચંબિત કરનારી વાત એ છે કે તેમણે પ્લેન સાડી પહેરીને ઉડાવ્યું હતું. સરલાનો જન્મ 1994 માં દિલ્હીમાં થયો હતો. 1936 માં જ્યારે દેશ આઝાદ પણ નહોતો થયો તે સમયે પરંપરાઓથી વિપરીત પુરુષોની જાગીર માનવામાં આવતા ક્ષેત્રમાં આ મહિલાએ પોતાનું નામ રોશન કર્યું હતું. આ સાથે જ તે ભારતની પ્રથમ મહિલા પાયલટ બની હતી. તે સમયે તેમણે જે પ્લેનને ઉડાવ્યું હતું તેનું નામ જિપ્સી મોંથ છે. આ એ સમયનું સૌથી વધારે એડવાન્સ પ્લેન હતું. તેમણે આ પ્લેનને કોઈપણ કો-પાયલટ વગર જ ઉડાવ્યું હતું. જે સમયે તેમણે આ કામ કર્યું ત્યારે તેમને એક 4 વર્ષની દીકરી પણ હતી.

સરલાના લગ્ન માત્ર 16 વર્ષની ઉંમરમાં પી.ડી શર્મા સાથે કરી દેવામાં આવ્યા હતા. પી.ડી શર્મા પણ એક પાયલટ હતા. પી.ડી શર્માએ તેમને ખૂબ પ્રોત્સાહિત કર્યા હતા. સરલા નામની આ મહિલાએ મીડિયા સાથે કરેલી એક વાતચીતમાં કહ્યું હતું કે, જ્યારે તેમણે જ્યારે પોતાની જરુરી ઉડાનને સમયસર પૂરી કરી હતી ત્યારે મને ટિચિંગ આપનારા સર ઈચ્છતા હતા કે હું એકલી જ પ્લેન ઉડાવું. મારી સાથે જે લોકો ટ્રેનિંગ લઈ રહ્યા હતા તે છોકરાઓએ તો મને કોઈ સવાલ ન કર્યો પરંતુ ફ્લાઈંગ ક્લબના ક્લાર્કે મારી ઉડાન પર આપત્તિ વ્યક્ત કરી હતી. આ સિવાય મને કોઈપણ પ્રકારના વિરોધનો સામનો કરવો પડ્યો નથી.

આપને જાણીને આશ્ચર્ય થશે કે સરલા ઠકરાલને 1000 કલાકની પ્લેન ઉડાવવાની યાત્રા પૂરી કરીને “A” લાઈસન્સ પ્રાપ્ત કરનારી પ્રથમ ભારતીયનો ખિતાબ આપવામાં આવ્યો હતો.

જીવનમાં બધુ જ સારું થઈ રહ્યું હતું અને 1939 માં કોમર્શિયલ પાયલટ માટે લાઈસન્સ માટે તેઓ જ્યારે મહેનત કરી રહ્યા હતા તે સમયે બીજા વિશ્વ યુદ્ધના કારણે તેમની ટ્રેનિંગ રોકાઈ ગઈ. પરંતુ ત્યારે એક વિમાન દુર્ઘટનામાં તેમના પતિનું અવસાન થયું. પતિના અવસાન બાદ તેમણે કમર્શિયલ પાયલટનું સ્વપ્ન છોડી દીધું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular