Thursday, May 29, 2025
Google search engine
HomeUncategorizedહું તારા આવવાની પ્રતિક્ષા કરતી રહી પણ તું ન આવ્યો...

હું તારા આવવાની પ્રતિક્ષા કરતી રહી પણ તું ન આવ્યો…

આલાપ,

ક્યારેક એવું બને કે અજાણતા જ કોઈ તદ્દન સામાન્ય લાગતી વસ્તુ,વ્યક્તિ કે ઘટનાની નજીક આવી જાવાય પણ પછી સમજાય કે એ સામાન્ય લાગતી વસ્તુ,વ્યક્તિ કે ઘટનાની તીક્ષ્ણ ધાર જિંદગીની દીવાલ પર સાચવીને રાખેલા સ્મરણોના પડને ખોદી નાખે છે, ને નીચેથી નીકળી પડે છે બરછટ- ખૂંચે એવા અણીદાર કિસ્સાઓ.

આજે કંઈક આવું જ બન્યું. મોડી રાતે બાલ્કનીમાં ઉભા રહીને બહાર જોયા કરવાનો ક્રમતો રોજનો થયો છે, પણ આજે દૂ….ર નજર પડતાં અચાનક એક તેજ લાલ લાઈટ દેખાઈ ને સ્મૃતિપટ પર તારા ઘરની દૂરથી પણ ઝગારા મારતી લાલ લાઈટનો અજવાસ છવાઈ ગયો. આજે આ લાઈટના તેજથી કેટલે દૂર હોવા છતાં મારી આંખો જાણે કે અંજાઈ ગઈ. મેં આંખો બંધ કરી દીધી પરંતુ આ તો આંખો હતી, ઘર કે હ્ર્દયનો દરવાજો નહિ, કે એને વાસી દેવાથી આવતલને અટકાવી શકાય. બંધ આંખો એ તો ઇજન છે શમણાઓને, ગમતા-અણગમતા ભૂતકાળને.
બંધ આંખે એ ઘટના તરવરી રહી. તું જઈ રહ્યો હતો પણ જતા પહેલાં એકવાર મળવા ઇચ્છતો હતો. ને હું ?? હું તને મળવા ઇચ્છતી હતી પણ જવા દેવા નહિ. ને આપણે ન મળ્યા. તું નારાજ થઈને ગયો હું તારા આવવાની પ્રતિક્ષા કરતી રહી પણ તું ન આવ્યો. વર્ષો પછી દૂર બળી રહેલી લાલ લાઈટે આજે હ્રદયમાં આગ લગાડી.

આલાપ, ધારોકે તું આવ્યો હોત તો?? તો હું તને તારા જતા સમયના સવાલનો જવાબ આપતે. તેં જતી વખતે પૂછેલું કે, “સારું, હું તને મળીને જવા માંગતો હતો અને તને એટલું પણ ન થયું કે તું મને જતા પહેલા નજર ભરીને જોઈ લે?” આજે તું સામે હોત તો જણાવત કે તને ન મળવાનું કારણ એ નહતું કે હું નારાજ હતી , કારણ એ હતું કે હું તને જતી વખતે તોડવા નહતી માંગતી. હું ન જોઈ શક્ત તને જતાં હું તૂટી જાત અને મને તુટતી જોઈને તું પણ.
કાશ, તું આવ્યો હોત…મારે તને કહેવું હતું …હ્ર્દયમાં પ્રેમ ને આંખોમાં છુપાવીને આંસુ રાખીશ,
આપણે મળીએ એ ક્ષણનું નામ ‘ચોમાસું’ રાખીશ.

-સારંગી(નીતા સોજીત્રા)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular