Saturday, May 17, 2025
Google search engine
HomeSocietyYouth & Womenગ્રામ્ય મહિલાઓની દુનિયા બદલવાની કામગીરી

ગ્રામ્ય મહિલાઓની દુનિયા બદલવાની કામગીરી

ઘણી વખત સ્ત્રી કે પુરૂષની ભૂમિકાને આધારે તેમની અલગ ઓળખ નક્કી કરવામાં આવે છે. સવાલ એ છે કે આ ભૂમિકા અંગેના ભેદભાવ કોણે નક્કી કર્યા અને હાલમાં પણ તે આ ભેદભાવ શા માટે નક્કર બન્યા છે. શું આપણે તેને વર્તમાન ક્ષમતાને વર્ષો જૂની સામાજીક માન્યતાઓના આધારે તેને જાળવી રહ્યા છીએ? શારીરિક અને શરીર રચના અંગેના તફાવતને એક બાજુ રાખીએ તો પણ સ્ત્રી-પુરૂષ બંને એક સરખું દિમાગ અને હૃદય ધરાવે છે. આપણે  ‘W’ અને ‘M’ ની વાત કરીએ તો બંને એક બીજાથી ઉલટા દેખાય છે. હાલમાં આપણે કેટલીક મહિલાઓની ગાથા રજૂ કરીએ છીએ કે જેમણે કહેવાતી ચોક્કસ જાતિ (સ્ત્રી-પુરૂષ) અંગેની ભૂમિકાને નકારીને નોંધપાત્ર પરિવર્તન કરવાની દિશામાં આગળ ધપી છે.

  1. પશ્ચિમ બંગાળમાં હલ્દિયા નજીક ચૉકલપુર ગામની 30 વર્ષની પરિવર્તનકારી મહિલા એસ એસ મૌસમીઃ માન્યતાઓ અને વહેમ દૂર કર્યા

જૂનવાણી સંયુક્ત કુટુંબમાંથી આવતી ચાર વર્ષના બાળકની માતા મૌસમીએ તેના દબાયેલા સમુદાય માટે કશુંક કરી છૂટવાની ભાવના ધરાવતી હતી. તે ઘરે પોતાના કામમાં વ્યસ્ત રહેતી હતી, પણ તે ભોજનની યોગ્ય ટેવો વિકસાવવામાં, વ્યક્તિગત સ્વચ્છતા અને બાળકોની સંભાળ માટે ખૂબ જ ચોકસાઈ દાખવતી હતી. તેના પરિવારે  સારૂં આરોગ્ય જાળવ્યું હતું, પણ ઘરની બહાર સ્થિતિ અલગ હતી. તેણે ઘણી સગર્ભ મહિલાઓને વહેમનો ભોગ બનતી જોઈ હતી. જૂનવાણી માન્યતાઓના કારણે સગર્ભા મહિલાઓ માટે દૂધની ચીજો, કેટલાક ફળ, શાકભાજી, તેલ વગેરેના  ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવતો હતો. હોસ્પિટલમાં પ્રસૂતિ કરાવવા માટે તથા રસીકરણ કરાવવા માટે લોકોને  સમજાવવાનું મુશ્કેલ હતું.

સુપોષણ સંગિની બન્યા પછી તેણે માહિતીની આ ઊણપ પૂરી કરવાનો પ્રયાસ કર્યો. શરૂઆતમાં તેણે એન્ટીનેટલ એટલે કે મહિલાઓની સગર્ભાવસ્થા દરમ્યાન સારવાર માટે રજીસ્ટ્રેશન કરાવવા બાબતે પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અનેક કુપોષિત બાળકોનો જન્મ થતો હતો (13 SAM and 21 MAM). આઈએફએ દ્વારા અપાતી દવાઓનો ઉપયોગ કરવા અંગે પણ લોકો સંકોચ અનુભવતા હતા. ઉપરાંત અનેક ઘણી તકલીફો હતી. મૌસમીએ તમામ સાચી પ્રણાલિઓ અંગે વિવિધ સાધનો, ચર્ચા અને રસોઈ અંગે નિદર્શન મારફતે  સમજાવવાનું ચાલુ રાખ્યું. તે રોજે રોજ 10 થી 12 ઘરની મુલાકાત લઈને પુરૂષો મારફતે પરિવારોનું કાઉન્સેલીંગ કરતી રહી હતી. આને કારણે મહિલાઓનું ક્ષમતા નિર્માણ થયું અને તેમાં વર્તણુંકલક્ષી પરિવર્તનો આવ્યા. VHSND તરફથી મળેલા આ ડેટા અનુસાર તેમના ગામમાં પ્રેગનન્સી રજીસ્ટ્રેશન 100 ટકા થતું હતું અને જન્મેલા 125 બાળકોમાંથી  શૂન્ય ટકા જેટલા અતિશય કુપોષિત  બાળકો અને માત્ર 4 ટકા મધ્યમ કુપોષિત બાળકો જોવા મળ્યા હતા.

  1. આશ્રિતમાંથી ભરોંસાપાત્ર તરીકે રૂપાંતરઃ એસ એસ ચંદ્રપ્રભા આહિરવાર, ઉંમર વર્ષ-28 જે મધ્ય પ્રદેશના વિદિષા જીલ્લાની મોહનગિરી ઝૂંપડપટ્ટીની પરિવર્તનકારી મહિલા તરીકે ઓળખાય છે.

વિદિષા જેવા નાના ગામમાં મહિલાઓને બહાર કામ કરવાની છૂટ ન હતી. અદાણી ફાઉન્ડેશને 10 મહિલાઓને સુપોષણ સંગિની બનવા માટે તાલિમ આપી. ચંદ્રપ્રભા આહિરવાર આ 10 મહિલાઓમાંની એક હતી. આ પ્રોજેક્ટમાં જોડાતાં પહેલાં તેમના વિસ્તારમાં ‘બહુ’ તરીકે ઓળખાતી હતી. તેને પોતાને અનેક શારીરિક મુશ્કેલીઓ હતી, પરંતુ તે તેના તબીબી ખર્ચ માટે સાસરિયાંના પેન્શન ઉપર આધારિત હતી. આ મુશ્કેલી ઓછી હોય તેમ તેનો પતિ વર્ષના મોટાભાગના સમય દરમ્યાન બેરોજગાર રહેતો હતો. બે સંગિનીઓને મળ્યા પછી તેને પ્રેરણા મળી અને તેણે કમાણી માટે ઘરની બહાર કદમ મૂકવાનો નિર્ણય કર્યો. સંગિની તરીકે તાલિમ લીધા પછી તેણે સૌ પ્રથમ તો પોતાના આરોગ્ય તરફ ધ્યાન આપ્યું. તે પછી તેણે પાછળ વળીને જોયું નહીં. છેલ્લા બે વર્ષમાં તેણે 896 ઘરનું સર્વેક્ષણ કર્યું અને 265 બાળકોની શરીર રચના અને આરોગ્ય અંગે સર્વેક્ષણ કર્યું. 890 કિશોર કન્યાઓનું એચબી સ્ક્રીનીંગ કરાવ્યું. આત્મવિશ્વાસ સાથે આઈસીડીએસ વર્કર્સને ટેકો પૂરો પાડ્યો અને સારા આરોગ્ય અંગ લોકોમાં જાગૃતિ પેદા કરી. ગ્રામ્ય સ્તરે યોજાતા વિવિધ સમારંભોમાં મહિલાઓનું લાભાર્થી તરીકે મહત્તમ  રજીસ્ટ્રેશન થાય તે અંગે ધ્યાન આપ્યું. તેના પ્રયાસો આઈસીડીએસના સ્ટાફે ખૂબ જ કદર કરી. એક ખંચકાટ અનુભવતી મહિલામાંથી ચંદ્રપ્રભા લોકોની માનીતી વ્યક્તિ બની ગઈ.

  1. શિક્ષણ માટેની કોઈ ઉંમર હોતી નથી. 34 વર્ષની એસ એસ મમીના પ્રધાન ઓડીશાના ડોસીંગજીપી નજીક રવિન્દ્રનગર ગામમાં પરિવર્તનકારી મહિલા તરીકે ઓળખાય છે.

મમીનાનો પતિ તેને એક નાના બાળકને છોડીને મોટા બાળકને લઈ અન્ય ગામમાં ચાલ્યો ગયો તે તેના માટે ખૂબ જ દુઃખની ક્ષણ હતી. બે વર્ષ સુધી તેણે પોતાની જીતન શાપિત માનીને જીવન વ્યતિત કર્યું. પોતાની નજીકમાં સંગિનીની હાજરી જોઈને તેને કેટલુંક પરિવર્તન દેખાયું. તેના ભાઈએ તેને પ્રોજેક્ટ સુપોષણમાં જોડાવા માટે પ્રેરણા આપી, કારણ કે તે મેટ્રિક સુધી ભણેલી હતી. તેણે ખંચકાટા મને આ કામગીરી સ્વિકારી. આમ છતાં મમીના પોતાના ગ્રામ સમુદાયમાં સ્વિકૃતિ અંગે અવઢવ ધરાવતી હતી.

સુપોષણની માસિક તાલિમ અને તે પછીની પ્રવૃત્તિઓને કારણે તેને એક નવી ઓળખ પ્રાપ્ત થઈ. તેણે અભ્યાસ તરફ પાછા વળવાનો નિર્ણય કર્યો. બારમા ધોરણની પરિક્ષા તેણે પાસ કરીને ડિસ્ટન્સ એજ્યુકેશન પ્રોગ્રામ દ્વારા તે સ્નાતક બની. સાથે સાથે તેણે સંગિની અંગેની ફરજો બજાવવાનું પણ ચાલુ રાખ્યું. તે પછી તેણે વર્ષ 2021માં પેથોલોજી ટ્રેનિંગ લેવાની પ્રેરણા પ્રાપ્ત થઈ. આજે તે પોતાના જ ગામમાં પેથોલોજી લેબોરેટરીમાં કામ કરે છે અને બાળકના શાળાના શિક્ષણ અંગે પણ ધ્યાન આપે છે. તે જાણે છે કે સ્વતંત્રતા માટે શિક્ષણ મહત્વ ધરાવે છે અને આ રીતે તેણે પોતાના સમુદાયમાં અને ખાસ કરીને યુવાન કન્યાઓમાં એક ઉદાહરણરૂપ દાખલો પૂરો પાડ્યો.

  1. આસપાસ પરિવર્તન લાવવામાં પણ પરિવર્તન. 35 વર્ષની એસએસએસ સંજુદેવી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પરિવર્તનકારી મહિલા તરીકે ઓળખાય છે.

શિક્ષક કે તાલિમ આપનાર બનવાનું સંજુનું સપનું હતું, પરંતુ 17 વર્ષની વયે બારમું ધોરણ પાસ કર્યા પછી તરત જ  તેનું લગ્ન થઈ ગયું. તેનું જીવન હવે પરિવારની જવાબદારીઓમાં જ વ્યસ્ત રહેતું હતું અને આગળ ભણવા માટેની કોઈ તક ન હતી. તેણે એક વર્ષ  પછી એક એમ બે બાળકોને જન્મ આપ્યો. પરિસ્થિતિમાં ખરાબ વળાંક ત્યારે આવ્યો કે જ્યારે તેનો બેરોજગાર અને વર્ષના મોટાભાગના દિવસોમાં દારૂ પીને પડી રહેતા પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી. તેણે પોતાની માતાના ઘરે આશ્રય લેવો પડ્યો. એ પછી તેને ખ્યાલ આવ્યો કે તેણે કામ શોધવાની જરૂર છે. લગભગ આ ગાળામાં તેને સુપોષણ સંગિની બનવાની તક મળી.

ભણતર તથા ફીલ્ડમાં કામ કરવાના કારણે તેના વ્યક્તિત્વમાં અભૂતપૂર્વ આત્મવિશ્વાસ હતો. તેણે પોતાના જેવો સંઘર્ષ અનુભવતી યુવા મહિલાઓને પ્રેરણા આપવાનું કામ કર્યું. તે જાહેર આરોગ્ય, પોષણ અને બાળ કલ્યાણની તાલિમમાં સક્રિયપણે ભાગ લેતી હતી. તેનો દ્રઢ નિશ્ચય અને પ્રગતિ જોઈને તેના પતિએ તેને નોકરી શોધવા માટે પ્રેરણા આપી. પરિવારમાં નિર્ણય કરતા વ્યક્તિ હોવાના કારણે તે શિક્ષણ, તંદુરસ્ત આહાર અને બહેતર જીવનશૈલી માટે કામ કરતી રહી. તેના ભણતર અને અનુભવને કારણે તે સુપોષણ પ્રોજેક્ટનો હિસ્સો બની. તાજેતરમાં આશા વર્કર તરીકે તેની નિમણુંક કરવામાં આવી છે અને તેનું સપનું સાકાર થયું હોય તેવું તેને લાગી રહ્યું છે.

  1. પશ્ચિમ બંગાળમાં હલ્દિયા નજીક કિસમત શિવરામનગરની 30 વર્ષની એસએસ સંપા ઘોરિ દાસ સતત આગળ વધવાની અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાની ખેવનાને કારણે પરિવર્તનકારી મહિલા તરીકે જાણીતી બની છે.

સંપા માસિક કાળ દરમ્યાન આરોગ્ય અંગેની જાળવણી અંગેની ચર્ચાઓમા સામેલ થતી રહીને કિશોર કન્યાઓના સામાજીક અને સંસ્કૃતિક અવરોધોને  હલ કરતી રહી છે. આવી કેટલીક ચર્ચાઓમાં ધ્યાનપૂર્વક ભાગ લેવાના કારણે તેને સમજાયું કે આ પ્રકારની સમસ્યાઓ માટે માત્ર કાઉન્સેલીંગ જ પૂરતું નથી. માસિક કાળમાં આરોગ્યની સમસ્યાઓ અંગે અનેક સામાજીક પરિબળો ભાગ ભજવે છે. આમાંની એક મુખ્ય સમસ્યા સ્થાનિક દુકાનોમાં સેનેટરી નેપકીન  ઉપલબ્ધ નહીં હોવા અંગે પણ છે. સંપાએ પોતાના ઘરે સેનેટરી નેપકીનનો સ્ટોક કરવાનો વ્યક્તિગત નિર્ણય લીધો અને તે હવે કોઈપણ પ્રકારના સંકોચ વગર કિશોર કન્યાઓનો સંપર્ક કરે છે અને સેનેટરી નેપકીન્સ ખરીદવા માટે પ્રેરે છે. આ સંગિની સુગમ વ્યવસ્થા ઉભી કરવાનું કામ કર્યું અને પોતાની ફરજો  જાળવવાની સાથે સાથે કોઈપણ પ્રકારનો નાણાંકિય લાભ લીધા વગર તેણે પોતાના ગામમાં 230 કિશોર કન્યાઓને સેનેટરી નેપકીનનો ઉપયોગ કરતી કરી છે. આ પરિસ્થિતિના કારણે કન્યાઓ માસિક કાળ દરમ્યાન આરોગ્યની જાળવણીની સમસ્યા અંગે એકબીજા સાથે વાત કરતી થઈ છે.

  1. ઘર આંગણે પૂરતું પોષણઃ 46 વર્ષની એસ એસ હેમલતા બૈરાગી રાજસ્થાનના બુંદી નજીક બિસાનપુરા અને ગોહામાં પરિવર્તનકારી મહિલા બની છે.

સુપોષણ સંગિની બન્યા પછી હેમલતાના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવ્યું. લાંબો સમય ઘરમાં રહ્યા પછી પારિવારીક દબાણોના કારણે બહાર નિકળવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ તેણે 8 વ્યક્તિના પરિવારનું પોષણ કરવાનું હોવાથી કોઈએ તો બહાર નિકળવું પડે તેમ હતું. તેનું ગામ ચાર ફળિયામાં વહેંચાયેલું છે. તેમાંથી તેને દૂરનું ફળિયું ફાળવાયું હતું, જ્યાં આંગણવાડી વર્કર્સ ધ્યાન આપી શકતી ન  હતી.

પોતાનો રોજ-બરોજનો પારિવારીક સર્વે, બાળકોના સ્ક્રીનીંગ અને પારિવારીક કાઉન્સેલીંગ તથા અન્ય પ્રોજેક્ટ એક્ટિવીટીની સાથે સાથે તેણે આંગણવાડી વર્કર્સને તેમનો ડેટા સુધારવા માટે અને બાળકોની જરૂરિયાત ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. પોષણ વાટિકાનો આ પ્રોજેક્ટ વૃધ્ધિ પામતો ગયો. પ્રથમ તો તેણે પોતાના ઘરે એક પ્રોજેક્ટ હાથ ધર્યો. સિઝનલ શાકભાજી, ફળ અને અન્ય ભાજીઓનું વાવેતર કર્યું. તેને જે પાક મળ્યો તે જોઈને તેણે તમામ લોકોને ત્રણ વર્ષની તાલિમ આપવાનો નિર્ણય કર્યો. એક પ્રકારે કહીએ તો તેણે તેના ફળિયામાં ચળવળ શરૂ કરી અને થોડાંક મહિનાઓમાં તો તેની વણવપરાતી અને બિનઉપજાઉ જમીન વાવણી માટે લાયક બની ગઈ. હેમલતાએ વિવિધ પોષક રેસિપીઓ અંગે જાણકારી આપતાં ઘેર ઘેર અને ખાસ કરીને સગર્ભા મહિલાઓ અને કિશોર કન્યાઓની પોષણલક્ષી સ્થિતિ અને ભોજનની ભિન્નતામાં સુધારો થતો ગયો.

  1. શક્તિ આપનાર તરીકેનું સશક્તિકરણઃ ઓડીશાના ભદ્રક જીલ્લાના ધાનકુટા ગામ નજીકના કરંજમલ ગામની બૈનચા પરિવર્તનકારી મહિલા બની.

3 વર્ષથી સુપોષણ સંગિની તરીકે કામ કરતી સુચિત્રા અને તેના પરિવારને  પ્રકૃતિજન્ય તકલીફો અને ખેતી પ્રવૃત્તિમાં ઘણું નુકશાન ભોગવવું પડ્યું હતું. ખેતીમાંથી 6 વ્યક્તિના પરિવારનું પોષણ કરવું તે પડકારજનક કામગીરી હતી. આથી તેણે અદાણી ફાઉન્ડેશનના પર્યાવરણલક્ષી આજીવિકા વિકાસની પ્રવૃત્તિઓમાં અને ઓડીશા લાઈવલીહુડ મિશન ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેણે ગામડાંની 80 મહિલાઓને પ્રેરણા આપીને મશરૂમ ફાર્મિંગના ઉત્પાદકોનું તથા તેમાંથી વાનગી બનાવવાનું જૂથ રચ્યું. આ ગ્રુપને તાલીમ આપવામાં આવી અને ત્યાંથી આત્મનિર્ભરતાની શરૂઆત થઈ. હાલમાં આ ગ્રુપની મહિલાઓ માસિક રૂ.3000થી 4000ની આવક મેળવી શકે છે. મહિલાઓએ પોતાના પરિવારમાં જે વિરોધનો સામનો કરવો પડે છે તેનો સામનો કરવામાં તેણે મહત્વની ભૂમિકા બજાવી. તે સક્રિયપણે ગ્રામવિકાસમાં ધ્યાન આપી રહી છે અને પોતાની મર્યાદાઓ દૂર કરીને  અન્ય મહિલાઓ માટે ઉદાહરણરૂપ બની છે. ગામના પીઆરઆઈ સભ્યો અને ગામની મહિલાઓના જણાવ્યા મુજબ ગામમાં જ્યારે પણ કોઈપણ સમસ્યા કે કટોકટી ઉભી થાય છે ત્યારે સૌ પ્રથમ સુચિત્રાનો સંપર્ક કરવામાં આવે છે. સુચિત્રાને ગામની  “સુપર સંગિની” તરીકે ઓળખવામાં આવે છે તેથી કોઈને નવાઈ લાગતી નથી.

(કવિતા સરદાના)

(લેખિકા અદાણી ફાઉન્ડેશનના આરોગ્ય અને પોષણ વિષયક સલાહકાર છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular