Monday, May 19, 2025
Google search engine
HomeSocietyTravel & Tourismવોટરસ્ટોન ક્લબઃ મુંબઈ પાસે તરોતાજા થવાનો એક સુખદ અનુભવ

વોટરસ્ટોન ક્લબઃ મુંબઈ પાસે તરોતાજા થવાનો એક સુખદ અનુભવ

કોન્ક્રીટના જંગલમાં પ્રકૃતિ અને ઝરણાંઓની વચ્ચે પાંચ એકરમાં પથરાયેલું લીલુંછમ ઘાસ, એક ઓલિમ્પિક આકારનો પૂલ, બહાર જાકૂઝી, દરિયાકિનારે એક હારમાળામાં ગોઠવાયેલા બેડના સેટ છે. શહેરની ઝાકઝમાળથી દૂર શહેરના એ શાંત ખૂણામાં આવેલા છે, જે શહેર 24 કલાક સૂતું નથી એવા મુંબઈની નજીક આવેલું આ નયનરમ્ય સ્થળ છે. વોટરસ્ટોન્સ ક્લબ મુંબઈનાં સારાં રહસ્યોમાંનું એક છે. જે એકાંત અને પ્રાઇવસીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી ક્લબ માત્ર પોતાના સભ્યો અને હોટલના આંગતુકો માટે ખૂલી છે. જ્યાં કોઈ સભ્ય અથવા સભ્યના કોઈ મિત્ર નથી તો હોટલમાં રહેવા માટે ક્લબ એકમાત્ર વિકલ્પ છે.

ક્લબનો દાવો છે કે 70 ટકા સભ્યો વિદેશી છે, વળી ક્લબ લાઇફટાઇમનું સભ્યપદ ઓફર નથી કરતી. કેમ કે જે લોકો વ્યસ્ત સમયમાંથી તરોતાજા થવા માગતા હોય અને સારી જીવનશૈલી માટે કિંમત જીવવા માગતા હોય તેમના માટે ક્લબ શાંત, રમણીય સ્થળ છે.

વોટરસ્ટોન હોટેલ અને ક્લબના જનરલ મેનેજર અરિંદમ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે અમારે ત્યાં કોવિડ રોગચાળાના સમયમાં કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોનું પાલન કરવામાં આવે છે. ક્લબનો તાલીમાર્થી સ્ટાફ સુરક્ષા, સ્વચ્છતા અને બને ત્યાં સુધી સેલ્ફ સર્વિસ (જેથી વ્યક્તિના સંપર્ક ઓછો થાય) કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

વળી, ક્લબમાં મહેમાનોને ખલેલ ન પડે એ માટે ગ્રુપ દ્વારા વિશેષ તકેદારી લેવામાં આવે છે. અમે અતિથિ દેવો ભવઃની નીતિને અનુસરીએ છીએ. વળી, અમે ક્લબમાં કોઈ પણ વ્યક્તિને તેનો પ્રવાસ રદ કરવો હોય એ માટે પણ અમે સાનુકૂળતા કરીએ આપીએ છીએ. અમારા માર્કેટિંગના પ્રયાસો દ્વારા યજમાન લગ્ન-પ્રસંગો, સામાજિક સમારંભો અને નાના-મોટા પ્રસંગોને યાદગાર બનાવવાનો છે. અમારું ધ્યાન ખાસ કરીને ડિજિટલ માર્કેટિંગ તરફ વધુ છે, જે અમે વિશ્વમાંથી આવતા પ્રવાસીઓ અને અતિથિઓને આકર્ષવાનો છે, એમ તેમણે કહ્યું હતું.

વળી, અમારી વેબસાઇટ સુરક્ષિત અને સ્વચ્છતાને પ્રાથમિકતા આપે છે. કોરોનાના કપરા કાળમાં અમે અતિથિઓ, સ્ટાફને સ્વચ્છ અને સલામત રાખવા માટે દરેક ઉમદા પ્રયાસ કરીએ છીએ, જેથી પ્રવાસીઓને જરા પણ અગવડ ના પડે. અમારા ગેસ્ટની માહિતી પણ ઉપલબ્ધ રાખીએ છે, જેથી મહેમાનો અને કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષાની માર્ગદર્શિકાને અપડેટ રાખી શકાય, એમ તેમણે કહ્યું હતું.

અરિંદમએ વધુમાં જણાવ્યું હતું કે અમે આવનારી સીઝનની તૈયારીરૂપે સંદેશવ્યવહાર કરીએ છે અને બદલામાં પ્રતિસાદ પણ માગીએ છીએ. દરેક સ્ટાફ હોટેલમાં કેવી રીતે બદલાવ લાવી શકે છે, એ માટે અમે સતત જાગ્રત રહીએ છીએ. દરેક મહત્વનો નિર્ણય લેતાં પહેલાં અમે તેમને સામેલ કરીએ છીએ. મહેમાનને અમારા સ્થાનિક અનુભવને આધારે મનોરંજન સાઇડ શોધવામાં મદદ કરીએ છીએ અને તેમની માગ સંતોષવા પ્રયાસ કરીએ છીએ. અમે તેમને બહાર આસપાસ જવું હોય તો એ માટે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ.

ક્લબની હોટેલ પણ સુંદર અને સુખદ અનુભવ પૂરો પાડે છે અને અમારો સ્ટાફ સેવા આપવા સદા તત્પર રહે છે. અમારા હોટેલના રૂમો પરંપરાગત અને આધુનિકતાનું મિશ્રણ છે. યુવા અને મૈત્રીપૂર્ણ સ્ટાફ અમારા મહેમાનોને હૂંફાળો અને ઘનિષ્ઠ રહે છે. હોટેલ એક વિશિષ્ટ છે, કેમ કે એની સાથે સુંદર અને શહેરની એક સંપૂર્ણ સુસજ્જ ક્લબ છે, એમ તેમણે કહ્યું હતું.

નવેમ્બર, 2007માં હોટેલની કામગીરી શરૂ થઈ હતી અને 14 વર્ષની યાત્રા સમૃદ્ધ બની રહી હતી. આ હોટેલ અનેક કોર્પોરેટ ગૃહોના મહેમાનો માટે મશહૂર છે અને તેઓ તેમની ઇવેન્ટ્સ પણ આયોજિત કરવા માટેનું જાણીતું સરનામું બની ગઈ છે. ક્લબ ઉદ્યોગપતિઓ અને હસ્તીઓ માટે એક વિશેષ સ્થળ બની ગઈ છે.

અમારી ક્લબનો મંત્ર ત્રણ શબ્દોનો છે –આરામ, અનુકૂળતા અને સલામતી.

અમારી વિશેષતાઓ આ હોટેલને અન્ય કરતાં અલગ બનાવે છે, કેમ કે વોટરસ્ટોન ક્લબ વ્યક્તિને રોજિંદા જીવનની ઘટમાળથી બચાવી શકે છે અને ફ્રેશ કરી દે છે. અમારી ભવ્ય એકાંત આપતી લાયબ્રેરી, અલગ મ્યુઝિક અને મુવી લાઉન્જ, બિલિયર્ડ રૂમ, ગેમ્સ રૂમ, કાર્ડ રૂમ, બિઝનેસ સેન્ટર, બેન્કવેટ હોલ અને બાળકો માટેનો રૂમ છે. અમારા મહેમાનો માટે ટેનિસ કોર્ટ, ઇન્ડોર સ્કવોશ કોર્ટ્સની ઓફર, જિમથી અમે ફાઇવ-સ્ટાર લીગથી આગળ નીકળી ગયા છીએ, એમ તેમણે કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular