Wednesday, July 16, 2025
Google search engine
HomeReligion & SpiritualitySadguruઅસ્તિત્વની અનંત શક્યતાઓ

અસ્તિત્વની અનંત શક્યતાઓ

પ્રશ્નકર્તા: હું અત્યારે મારા જીવનમાં એક એવી જગ્યા પર છું જ્યાં મેં લગભગ બધી આશા ગુમાવી દીધી છે. પરંતુ તેઓ કહે છે, “જ્યારે એક દરવાજો બંધ થાય છે, ત્યારે બીજો દરવાજો ખુલે છે.” શું આ સાચું છે?

સદગુરુ: જીવન એ ઘણી સંભાવનાઓ છે. જ્યાં સુધી તમે જીવંત છો, ત્યાં સુધી સંભાવના છે. જ્યારે પણ કંઇક ખોટું થાય છે, ત્યારે લોકો દુ:ખી અને હતાશ થઈ જાય છે, જેની ખરેખર કોઈ જરૂર નથી. જીવન સાથેની તમારી આખી સમસ્યા ફક્ત આ છે – જેવી રીતે તમે વિચારો છો એ રીતે જીવન ચાલતું નથી. કદાચ બારણું હજી બંધ નથી થયું. આ સૃષ્ટિ અને સૃષ્ટા તમારા કરતા વધુ હોશિયાર છે – તમે જે દરવાજો ખખડાવી રહ્યાં છો તે કદાચ દિવાલ હોઈ, તે ફક્ત એક દરવાજા જેવો લાગી શકે છે. તેથી તમારે એ વિશે ચિંતા કરવાની જરૂર નથી.

જો એક દરવાજો બંધ થાય છે, તો માત્ર એક જ દરવાજો નથી જે ખુલે છે, બીજા દસ લાખ દરવાજા હંમેશાથી ખુલ્લા જ હતા. આ એટલા માટે છે કારણ કે તમારી પાસે ચોક્કસ પ્રકારનો વલણ અને વિચાર પ્રક્રિયા છે જેનાથી તમને લાગે છે કે, “આ એકમાત્ર રસ્તો છે પણ કદાચ એક વધુ દરવાજો ખુલશે.” ના. જો એક દરવાજો તમને બંધ લાગે છે, તો હું ઈચ્છું છું કે તમે યાદ રાખો કે ત્યાં બીજા લાખો દરવાજા છે જે હમેશાંથી ખુલ્લા જ છે, જો તમે તેમાંથી પસાર થવા તૈયાર હોવ તો. એકમાત્ર પ્રશ્ન એ છે કે શું તમારી પાસે તેને જોવા માટે દ્રષ્ટિની સ્પષ્ટતા છે.

તેથી દરવાજા ખોલવાનો પ્રયાસ ન કરો. ફક્ત તમારા મગજમાં સ્પષ્ટતા લાવો અને તમે જોશો કે આખું અસ્તિત્વ જ ખુલ્લું છે. કંઈપણ ક્યારેય બંધ નથી. કોઈકે કહ્યું, “ખખડાવો અને દરવાજો તમારા માટે ખૂલી જશે.” હું કહું છું કે ખખડાવાની જરૂર નથી. ત્યાં દરવાજો જ નથી અને દિવાલ પણ નથી. તે ફક્ત અનંત સુધી ખુલ્લું છે. કોઈ પણ વસ્તુ પર ખખડાવો નહીં, ફક્ત ચાલતા રહો – તે હંમેશાં જ ખુલ્લું હોય છે.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular