Saturday, July 5, 2025
Google search engine
HomeReligion & SpiritualitySadguruમાન્યતાઓથી દૂર: યોગ એક સ્વસ્થતા માટેનું વિજ્ઞાન

માન્યતાઓથી દૂર: યોગ એક સ્વસ્થતા માટેનું વિજ્ઞાન

હમણા જ એક સજ્જને મને પ્રશ્ન કર્યો, કે એ યોગ કરશે તેમ છતાં પણ ઈસાઈ બની રહેશે. મેં એમને જવાબ આપ્યો, “ભલે તમે ઈસાઈ, મુસ્લિમ કે હિંદુ હોવ, પરંતુ તમે જયારે પણ કારમાં બેસો છો અને એન્જીન શરૂ કરો છો ત્યારે એ શરૂ થાય છે? કે પછી એ તમારા “જય રોલ્સ રોયસ” એવું બોલવાની રાહ જુવે છે? તમે વાહન ચલાવવાનું જાણો છો માત્ર એજ અગત્યનું છે, કારણકે તમારી કાર તો એક વૈજ્ઞાનિક ઉપકરણ માત્ર છે.” એજ રીતે યોગ પણ માત્ર એક ટકનીક છે, કોઈપણ ટકનીક ક્યારેય પણ તમારી મૂળભૂત માન્યતા જોડે ભેદભાવ કરતી નથી. યોગથી મળનાર લાભને તમારી ધાર્મિક નિષ્ઠા જોડે કોઈપણ સંબંધ નથી.

આજની તારીખમાં હિંદુ શબ્દ માટે ઘણી ગેરસમજ છે, તેને ખોટી રીતે દર્શાવવામાં આવે છે. કમનસીબે આજે હિંદુ શબ્દ એક રાજકીય અર્થ ધરાવે છે, પરંતુ હકીકતમાં તે એક ભૌગોલિક સ્થાનનું સુચન કરે છે. આપણા માટે પર્વતો અને સાગર પૂજ્ય છે, કારણકે તેઓ આપણને કોઈપણ પ્રકારના આક્રમણના ભય વિના એક શાંત અને સ્થિર જીવન આપે છે. આ તમામથી ઉપર તે આપણને આપણી આંતરિક ચેતનાનું નિરીક્ષણ કરવા માટે, આપણું જીવન સમર્પિત કરવાની ક્ષમતા આપે છે. એમના પ્રત્યે કૃતજ્ઞ ભાવથી આપણે ખુદને હિંદુ તરીકે ઓળખ આપીએ છીએ, કારણકે આ ભૌગોલિક વિશેષતા જ આપણી સુખ સમૃદ્ધિનો આધાર છે.

એટલે ‘હિંદુ’ એ મૂળરીતે એક ભૌગોલિક ઓળખ છે, અને એનાથી વધુ એક સાંસ્કૃતિક ઓળખ છે. તે કોઈપણ રીતે ધાર્મિક ઓળખ નથી. કારણ કે અહીં તમામ વ્યક્તિ માત્ર કોઈ એક જ વસ્તુમાં વિશ્વાસ રાખતી નથી. તમે ઈશ્વરમાં વિશ્વાસ રાખો અને હિંદુ બની શકો, અને તમે નાસ્તિક બનીને પણ હિંદુ બની શકો. તમે વિશ્વાસ રાખી શકો છો કે ઈશ્વર એક વાનર છે, કે સર્પ છે, કે ગાય છે, કે વૃક્ષ છે, કે પુરુષ છે, કે સ્ત્રી છે અને તેમ છતાં તમે હિંદુ બની શકો છો! એક પાંચ વ્યક્તિના કુટુંબમાં તમે ૧૫ જુદા જુદા ઈશ્વરની આરાધના કરી શકો છો, અને હિંદુ બની શકો છો. કોઈકે પ્રતિસ્પર્ધામાં ઉતારવા માટે આ તમામને એક સાથે એક ધર્મ જોડે સાંકડી લીધા, પરંતુ એ સફળ થયું નહીં. એ થશે પણ નહીં.

તે એક ઘણી કમનસીબ બાબત હશે, જો આપણે કોઈક અતિસામાન્ય વસ્તુને મહત્વ આપી, યોગ જેવી પ્રાચીન, ગહન અને સુક્ષ્મ દ્રષ્ટિ ધરાવતી સંસ્કૃતિ માટે આપણા સમજમાં ડાઘ લગાવશું. યોગ ને “હિંદુ” કહેવું એનો અર્થ એવો થશે કે જેમકે તમે સપેક્ષવાદના નિયમને “યહૂદી” કહેશો! યોગ કોઈપણ વસ્તુમાં અસ્થા ધરાવતી વ્યક્તિ માટે છે, અને અસ્થા ન ધરાવતી હોઈ તેવી વ્યક્તિ માટે પણ છે.

જો કંઇક હોઈ તો, રુઢિચુસ્ત કહેવાતા હિંદુઓએ યોગની પ્રસિદ્ધિ માટે ચિંતા કરવી જોઈએ. કારણકે યોગ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક છે અને વારસાગત રીતે ચાલતી આવતી ધાર્મિક પ્રથાઓ માટેની તેમની સમજને બદલી શકે છે. યોગ એ કોઈપણ પ્રકારના અંધવિશ્વાસ માટે પડકાર સ્વરૂપ છે. એકવાર એક અજાણી વ્યક્તિએ મારી પાસે આવીને ગુસ્સામાં કહ્યું કે “સદગુરુ તમે જાણો છો, હું ભગવાનમાં શ્રધ્ધા નથી ધરાવતો!?” હું બોલ્યો “ખરેખર? હું તો એમાં પણ શ્રધ્ધા નથી ધરાવતો!”

હજારો વર્ષો પહેલા, એક વ્યક્તિ કે જે આદિયોગી કહેવાયા – પ્રથમ યોગી, તેઓ હિમાલયમાં દ્રશ્યમાન થયા અને ૧૧૨ પ્રકારના જુદા જુદા માર્ગ શોધ્યા કે જેમની મદદથી મનુષ્ય પોતાની અંતિમ શક્યતાઓને પ્રાપ્ત કરી શકે. યોગ કોઈક તત્વજ્ઞાન, વિચારધારા કે કોઈક માન્યતા નથી. તે એક સંશોધનાત્મક અને પ્રયોગાત્મક માર્ગ છે, નહીં કે વિશ્વાસ અથવા અંધવિશ્વાસ માટેનો માર્ગ. જયારે તેમણે આ જ્ઞાન તેમના સાત અનુયાયીઓને આપ્યું, ત્યારે યોગનો પ્રારંભ અંકિત થયો. યોગ એક સ્વસંસોધન માટેનું ગહન વિજ્ઞાન છે કે જે તમામ મનુષ્યોને તેમની અંતિમ શ્રેષ્ઠ ક્ષમતા સુધી પહોંચવા માટે સક્ષમતા પ્રદાન કરે છે.

ઘણા વિચારશે કે આ એક હિંદુ ધર્મમાં પ્રવેશવા માટેનો પાછલો દરવાજો છે, કોઈક તેને એક અંગમર્દન તરીકે જુએ છે, યોગ આમાંથી કશું જ નથી. યુ.એન.ની વિશ્વ યોગ દિવસ માટેની જાહેરાત એ યોગની સાંપ્રદાયિક હોવાની ગેરમાન્યતાને દૂર કરે છે. યોગ એક સ્વરુપાંતરણ માટેનું સામાન્ય પ્રોદ્યોગિક વિજ્ઞાન છે. કોઈક વ્યક્તિ શું છે, શું કાર્ય કરે છે તેની દરકાર કર્યા વિના; દરેક વ્યક્તિ કે જે યોગ શીખે છે, ઉપયોગ કરે છે તેના માટે યોગ કાર્ય કરે છે.

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular