Friday, May 16, 2025
Google search engine
HomeNewsપાકિસ્તાની છોકરાની પર્ફેક્ટ બુમરાહ સ્ટાઈલ બોલિંગ, વીડિયો વાયરલ

પાકિસ્તાની છોકરાની પર્ફેક્ટ બુમરાહ સ્ટાઈલ બોલિંગ, વીડિયો વાયરલ

નવી દિલ્હી: નીચેના ટ્વિટર(X) પરના વીડિયોમાં જોઈ શકાય છે કે આ નાનકડો છોકરો કેટલો પ્રતિભાશાળી છે! હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કારણ કે આ આશાવાદી પાકિસ્તાની યુવા બોલર મહોલ્લા ક્રિકેટમાં પણ તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરીને તેના આઈડોલ જસપ્રિત બુમરાહ જેવી વિશિષ્ટ બોલિંગ એક્શનથી બોલ થ્રો કરી રહ્યો છે. તેની પર્ફેક્ટ બોલિંગ લાઈનના કારણે હાલ તે ચર્ચાનો વિષય બન્યો છે.

જસપ્રીત બુમરાહ તેની આગવી અને અત્યંત અસરકારક બોલિંગ સ્ટાઈલ માટે જાણીતો છે. તે દુનિયાભરના ઘણા ઉભરતા ક્રિકેટરો માટે પ્રેરણારૂપ પણ છે. જો કે, આ યુવા છોકરાના બુમરાહ જેવી પર્ફેક્ટ બોલિંગ સ્ટાઈલે ક્રિકેટ રસિકો અને ક્રિકેટની રમત સાથે જોડાયેલા લોકોના મન પર એક ચોક્કસ પ્રકારની અસર કરી છે.30 વર્ષીય બુમરાહે ભારતના ટી-20 વર્લ્ડ કપના વિજયી અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. સમગ્ર શ્રેણી દરમિયાન તેના અસાધારણ પ્રદર્શન માટે ICC તરફથી બુમરાહને પ્રતિષ્ઠિત પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. બુમરાહે માત્ર આઠ મેચમાં 15 વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો.આ વાયરલ વીડિયો પરથી બીજી પણ એકવાત સાબિત થાય છે કે કલા અને ખેલકૂદને કોઈ સીમાડા નડતા નથી. તેમની લોકપ્રિયતા દુનિયાના કોઈપણ ખૂણે પહોંચી જાય છે. એક પાકિસ્તાની છોકરો બુમરાહનો ચાહક હોય તેનાથી શ્રેષ્ઠ વાત બીજી કોઈ હોય જ ના શકે.આ વીડિયો પર પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર વસીમ અક્રમે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કરતા લખ્યું છે કે, “વાહ છોકરાનો બોલ પરનો કંટ્રોલ અને એક્શન મહાન ખેલાડી બુમરાહ જેવી જ છે. આ વીડિયોને જોઈને મારો દિવસ શ્રેષ્ઠ બની ગયો છે.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular