Monday, July 21, 2025
Google search engine
HomeNewsNationalVIDEO: દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ભવ્ય સ્વાગત

VIDEO: દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ભવ્ય સ્વાગત

પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની ગોલ્ડ મેડલ મેચ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે અયોગ્ય જાહેર કરાયેલા ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ આજે સવારે દેશ પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટથી બહાર આવ્યા બાદ ત્યાં આવેલા ચાહકોએ વિનેશનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે ગોલ્ડ મેડલ મેચ પહેલા વિનેશને ગેરલાયક ઠેરવવામાં આવ્યા ત્યારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશને તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ બાબતના સંદર્ભમાં વિનેશે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટસને પણ વહેંચાયેલ સિલ્વર મેડલ આપવા માટે અપીલ કરી હતી, પરંતુ તેની અરજી 14 ઓગસ્ટની સાંજે CAS દ્વારા ફગાવી દેવામાં આવી હતી.

હું અહીં આવેલા દરેકનો આભાર માનવા માંગુ છું

પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈને વિનેશ ફોગાટ જ્યારે સ્વદેશ પરત આવ્યા ત્યારે તેનું સ્વાગત જોઈને તે ભાવુક થઈ ગયા હતા, જ્યારે તેણે કહ્યું હતું કે હું તમામ દેશવાસીઓનો આભાર માનું છું અને મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું. વિનેશનું દેશમાં એક ચેમ્પિયનની જેમ સ્વાગત કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ વિનેશે કુસ્તીમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

એરપોર્ટની બહાર આવ્યા બાદ વિનેશ ફોગાટ ભાવુક થઈ ગયા

દિલ્હી એરપોર્ટની બહાર વિનેશ ફોગાટનું સ્વાગત કરવા માટે બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને અન્ય ઘણા કુસ્તીબાજો પણ ત્યાં હાજર હતા. આ સિવાય વિનેશના પરિવારના સભ્યો પણ હાજર હતા, જેમાં તેના ભાઈ હરિન્દર પુનિયાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વિનેશના સ્વાગત માટે ઘરે ઘરે તૈયારીઓ ચાલી રહી છે. તે ભલે ઓલિમ્પિક મેડલ જીતી શકી ન હોય પરંતુ અમે વધુ મહેનત કરીશું જેથી તે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતી શકે. જ્યારે વિનેશ એરપોર્ટની બહાર આવી ત્યારે ચાહકોનું આ પ્રકારનું સ્વાગત જોઈને તે પોતાના આંસુ રોકી શકી નહીં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular