Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalઆઠમા પગાર પંચમાં કર્મચારીઓની બેઝિક સેલરીમાં 30 ટકાનો વધારો થશે?

આઠમા પગાર પંચમાં કર્મચારીઓની બેઝિક સેલરીમાં 30 ટકાનો વધારો થશે?

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. આઠમું પગર પંચ લાગુ થયા પછી કર્મચારીઓની લઘુતમ સેલરી કેટલી હશે? એ સાથે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ વધારો થવાની શક્યતા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.6થી માંડીને 2.85 સુધી રહે એવી શક્યતા છે. જેનાથી કર્મચારીઓની લઘુતમ બેઝિક સેલરી25-30 ટકા વધારો થવાની શક્યતા છે. હાલ એ સેલરી રૂ. 18,000 પ્રતિ માહ છે, પણ ફિટમેન્ટ ફેક્ટર 2.85 રાખવામાં આવશે તો એ વધીને રૂ. 40,000થી રૂ. 45,000 પ્રતિ માહ થાય એવી શક્યતા છે.

કર્મચારીઓ માટેના ફિટમેન્ટ ફેક્ટર એ હોય છે, જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓની સેલરી અને પેન્શનની ગણતરીમાં કરવામાં આવે છે. આ ફેક્ટર ફુગાવો, કર્મચારીઓની આર્થિક આવશ્યકતા અને સરકારની નાણાકીય સ્થિતિ જેવા ફેક્ટરોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચ મુજબ તેમના પગારમાં 186 ટકા સુધીનો વધારો થવાની શક્યતા છે. આઠમું પગાર પંચ વર્ષ 2026થી લાગુ કરવામાં આવશે.

પગાર કેટલો વધશે?

આઠમું પગારપંચ લાગુ થવાથી લઘુતમ પગાર 34,560 રૂપિયા, પેન્શન રૂ. 17,280 + DR મળવાની અપેક્ષા છે. આનો સ્પષ્ટ અર્થ છે કે લઘુતમ વેતન લગભગ 186 ટકા ટકા વધવાની શક્યતા છે. પ્રમોશન અને પગાર વધારાને કારણે પેન્શન પણ વધી શકે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular