Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalશું આજથી દેશમાં લાગુ થશે CAA ?

શું આજથી દેશમાં લાગુ થશે CAA ?

નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) નિયમોનું નોટિફિકેશન આજે બહાર પાડવામાં આવી શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સીએએના નિયમો અંગે આજે સાંજ સુધીમાં નોટિફિકેશન જારી કરવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા નાગરિકતા સંશોધન કાયદા (CAA) નિયમોનું નોટિફિકેશન બહાર પાડવું એ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય હશે.


તમને જણાવી દઈએ કે આગામી થોડા દિવસોમાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં નાગરિકતા સંશોધન કાયદા માટે નોટિફિકેશન બહાર પાડવું એ માસ્ટર સ્ટ્રોક હશે. નોટિફિકેશન જાહેર થયા બાદ દેશમાં નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA લાગુ થશે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે CAAના અમલને કોઈ રોકી શકે નહીં, કારણ કે તે દેશનો કાયદો છે. તે જ સમયે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર પર આ અંગે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular