Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentકોણ છે ઝહીર ઈકબાલ જેની સાથે સોનાક્ષી સિન્હા કરી રહી છે લગ્ન?

કોણ છે ઝહીર ઈકબાલ જેની સાથે સોનાક્ષી સિન્હા કરી રહી છે લગ્ન?

મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આ દિવસોમાં સંજય લીલા ભણસાલીની સીરિઝ ‘હીરામંડી’માં ફરિદાનના રોલ માટે ઘણી પ્રશંસા મેળવી રહી છે ત્યાં હવે અભિનેત્રીને લઈ એક ખુશખબરી સામે આવી છે. શત્રુઘ્ન સિન્હાની લાડલી દીકરી સોનાક્ષી તેના બૉયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જાણીએ કે અભિનેત્રી જેની સાથે નવા જીવનની શરૂઆત કરશે તે કોણ છે અને કયા દિવસે લગ્નના બંધનમાં બંધાશે?

સોનાક્ષી સિન્હા ઝહીર સાથે કયા દિવસે લગ્ન કરશે?
સોનાક્ષી સિન્હા તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવાની તૈયારી કરી રહી છે, એક અહેવાલ મુજબ અભિનેત્રી તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂને મુંબઈમાં લગ્ન કરવા જઈ રહી છે. આ કપલે હંમેશા તેમના સંબંધોને ખૂબ જ ખાનગી રાખ્યા છે પરંતુ તેમની પબ્લિક એપિયરેંસ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ તેમની લવ સ્ટોરી જણાવે છે. તમને જણાવી દઈએ કે ઝહીર અને સોનાક્ષીની મુલાકાત સલમાન ખાનની એક પાર્ટીમાં થઈ હતી. પહેલા તેઓ મિત્રો બન્યા અને પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા.

ઈનવિટેશન કાર્ડ મેગેઝિન કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે
અહેવાલ મુજબ, લગ્નના ઈનવિટેશન કાર્ડને મેગેઝીનના કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે અને એમાં લખવામાં આવ્યું છે “અફવાઓ સાચી છે.” અહેવાલો અનુસાર કપલના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સહિત ‘હીરામંડી’ની સમગ્ર કાસ્ટને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોને રિસેપ્શન માટે ફોર્મલ કપડાં પહેરવાનું કહેવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પાર્ટી મુંબઈના બાસ્ટિયનમાં યોજાશે, જોકે સોનાક્ષી અને ઝહીરના લગ્નની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી આવી નથી.

કોણ છે સોનાક્ષી સિન્હાનો ભાવિ પતિ?
ઝહીર ઈકબાલ ઈકબાલ રતનસીનો પુત્ર છે, જે બોલિવૂડ અભિનેતા સલમાન ખાનનો સારો મિત્ર છે. સલમાને જ ઝહીરને વર્ષ 2019માં ફિલ્મ ‘નોટબુક’થી બૉલિવૂડમાં લોન્ચ કર્યો હતો. અગાઉ 2014માં ઝહીર ઈકબાલે સોહેલ ખાન સાથે કામ કર્યું હતું. આ સિવાય સોનાક્ષી સિન્હાનો ભાવિ પતિ ‘ડબલ એક્સએલ’પણ કામ કરી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝહીરનું સલમાન ખાન સાથે ખાસ કનેક્શન છે. આ જ કારણ છે કે ભાઈજાને તેને તેની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ઓફર પણ કરી હતી, પરંતુ બાદમાં ઝહીરે પોતે જ આ ફિલ્મ છોડી દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular