Saturday, May 17, 2025
Google search engine
HomeNewsNationalશું છે આખરે આ ફ્રેન્ચ ફ્રાઈસનો ઈતિહાસ? કેટલાક દેશોનો આવો છે દાવો

શું છે આખરે આ ફ્રેન્ચ ફ્રાઈસનો ઈતિહાસ? કેટલાક દેશોનો આવો છે દાવો

તમે કોઈ રેસ્ટોરન્ટમાં બેઠા હોવ કે ઘરે મહેમાનો માટે ઝડપથી કંઈક તૈયાર કરવાનું હોય તો સૌથી પહેલા જે વસ્તુ ધ્યાનમાં આવે તે છે ફ્રેન્ચ ફ્રાઈસ. તે બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફ્રેન્ચ ફ્રાઈસની શોધ સૌપ્રથમ ક્યાં થઈ હતી? આ વાનગી કોણે બનાવી હશે અને ખાવા માટે પીરસી હશે? રસપ્રદ વાત એ છે કે તેના પર ફક્ત એક જ નહીં પરંતુ ત્રણ દેશો પોતાનો અધિકાર દાવો કરે છે.

હવે ફ્રેન્ચ ફ્રાઈસ કંઈ બોલી તો નથી શકતી, જે કહી દે કે તેને સૌપ્રથમ ક્યાં બનાવવામાં આવી. જેમ ભારતના બે રાજ્યો રસગુલ્લા માટે લાંબા સમય સુધી લડતા રહ્યા, તેવી જ રીતે વિશ્વના ત્રણ દેશો ફ્રેન્ચ ફ્રાઈસ પર સતત દાવો કરતા રહ્યા છે. ફ્રાન્સ, અમેરિકા અને બેલ્જિયમ – ત્રણેય દેશો કહે છે કે આ બટાકાની વાનગી સૌપ્રથમ તેમના દેશમાં બનાવવામાં આવી હતી.

બેલ્જિયમનો દાવો

બેલ્જિયમના લેખક આલ્બર્ટ વર્ડેયને તેમના પુસ્તક કેરેમેન્ટ ફ્રાઈટ્સમાં ફ્રેન્ચ ફ્રાઈસનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે તે સૌપ્રથમ બેલ્જિયમના નામુર પ્રદેશમાં બનાવવામાં આવી હતી. ત્યાંના લોકોને માછલી કાપીને ખાવાનું ખૂબ ગમતું. જ્યારે 1680 માં ભારે ઠંડીને કારણે તળાવો થીજી ગયા અને તેમને માછલી મળી શકી નહીં ત્યારે તેમણે બટાકા કાપીને તેને તળ્યા અને એક નવી વાનગી તરીકે ખાવાનું શરૂ કર્યુ. આ ઘટના દક્ષિણ બેલ્જિયમમાં બની હતી અને ત્યાંના લોકો ફ્રેન્ચ બોલતા હતા, તેથી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન આવેલા અમેરિકન સૈનિકોએ તેને ફ્રેન્ચ ફ્રાય કહેવાનું શરૂ કર્યું હોવાનું અનુમાન છે.

ફ્રાન્સનો દાવો

ફ્રેન્ચ પ્રોફેસર પિયર લેક્લેર્યુર કહે છે કે બેલ્જિયમનો દાવો અવિશ્વસનીય છે કારણ કે 1630 દરમિયાન નામુરમાં બટાકા ઉગાડવામાં આવતા નહોતા. ફ્રેન્ચ લોકોનો દાવો છે કે ફ્રેન્ચ ફ્રાઈસ સૌપ્રથમ 1780માં પેરિસમાં પ્લેસ પોન્ટ ન્યુફ નજીકના એક ફૂડ કોર્નરમાં બનાવવામાં આવી હતી. ફ્રાન્સમાં બટાકા સામાન્ય લોકોના ખોરાક તરીકે લોકપ્રિય હતા, તેથી આ વાનગી પણ લોકપ્રિય બની.

અમેરિકાનો દાવો
ફ્રેન્ચ ફ્રાઈસ અંગે દાવા કરવામાં અમેરિકા પણ પાછળ નથી. અમેરિકન ઇતિહાસકારો કહે છે કે 1802માં રાષ્ટ્રપતિ થોમસ જેફરસનએ ફ્રેન્ચ રસોઇયા હોનોરે જુલિયનને વ્હાઇટ હાઉસમાં રાત્રિભોજન પહેલાં બટાકાના ટુકડા તળીને પીરસવા કહ્યું. આ વાનગી ખુબ જ પસંદ આવી.1850ના દાયકા સુધીમાં તેને સારો પ્રતિસાદ મળ્યો અને તે અમેરિકામાં લોકપ્રિય બન્યું.અમેરિકન રાષ્ટ્રપતિ થોમસ જેફરસને તેમના 19મી સદીના હસ્તપ્રત “પોમ્સ ડી ટેરે ફ્રાઈટ્સ એન પેટીટ્સ ટ્રાન્ચેસ” માં તેનો ઉલ્લેખ કર્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular