Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalપશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી ! રાજ્ય ચૂંટણી પંચના આદેશથી આ જિલ્લાઓમાં ફરી...

પશ્ચિમ બંગાળ પંચાયત ચૂંટણી ! રાજ્ય ચૂંટણી પંચના આદેશથી આ જિલ્લાઓમાં ફરી મતદાન થશે

પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લાઓમાં પંચાયત ચૂંટણી માટે ફરીથી મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચે કહ્યું કે પંચાયત ચૂંટણી માટે પુરુલિયા, બીરભૂમ, જલપાઈગુડી અને દક્ષિણ 24 પરગણામાં પુનઃ મતદાન યોજાશે. બંગાળ રાજ્ય ચૂંટણી પંચે 10 જુલાઈના રોજ જે બૂથ પર મતદાન અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં ફરીથી મતદાન કરવાનો આદેશ આપ્યો છે. જેમાં 604 બૂથનો સમાવેશ થાય છે જ્યાં પુન: મતદાન થશે.

પશ્ચિમ બંગાળમાં જિલ્લા પરિષદો, પંચાયત સમિતિઓ અને ગ્રામ પંચાયતો માટે ત્રિ-સ્તરીય પંચાયત ચૂંટણી માટે શનિવારે મતદાન થયું હતું. આ દરમિયાન હિંસામાં 15 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, બે ઘાયલ લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 15 થઈ ગઈ છે, દક્ષિણ 24 પરગણામાંથી વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું કે રાજ્યની ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ 73,887 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેના માટે 2.06 લાખ ઉમેદવારો મેદાનમાં હતા. કામચલાઉ આંકડાઓ મુજબ, 66.28 ટકા મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચ (SEC) એ કહ્યું કે તેણે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પંચાયત ચૂંટણી દરમિયાન થયેલા મૃત્યુ અંગે વિગતવાર અહેવાલ માંગ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular