Tuesday, July 1, 2025
Google search engine
HomeNewsMumbaiજાણીતા પટકથા લેખક-દિગ્દર્શક રામ ગોવિંદનું નિધન

જાણીતા પટકથા લેખક-દિગ્દર્શક રામ ગોવિંદનું નિધન

મુંબઈ: અનેક હિટ ફિલ્મોનું દિગ્દર્શન કરનાર રામ ગોવિંદનું શનિવારના રોજ સવારે 10 વાગ્યે નિધન થયું. તેઓ 84 વર્ષના હતા. લાંબી માંદગી બાદ તેમના જુહુ સ્થિત નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા. આ એક યોગાનુયોગ છે કે લોકો રામ ગોવિંદને માત્ર માયા ગોવિંદના પતિ તરીકે જ જાણીતા હતા. તેઓ એક કવિ, થિયેટરકર્મી, લેખક અને ફિલ્મ નિર્દેશક પણ હતા. રામ ગોવિંદ તેમના જીવનસાથી, પ્રખ્યાત ગીતકાર માયા ગોવિંદની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે પોતે ક્યારેય પ્રસિદ્ધિમાં આવ્યા નહિં. છ દાયકાથી વધુની તેમની ફિલ્મી કારકિર્દી દરમિયાન, તેઓ પડદા પાછળ રહ્યા અને સુપરહિટ ફિલ્મ બાગબાન, ધાર્મિક ધારાવાહિક રામાયણ, મહાભારત, વિષ્ણુ પુરાણ અને હરિગોવિંદ વિશ્વકર્મા સહિત ત્રણ ડઝનથી વધુ ધાર્મિક સિરિયલોની પટકથા લખી.રામ અને માયા ગોવિંદના પુત્ર અજય ગોવિંદે જણાવ્યું કે તેમના પિતાની તબિયત ઘણા સમયથી ખરાબ હતી. તેમની અંતિમયાત્રા જુહુ સ્થિત નિવાસસ્થાનેથી નીકળીને શનિવારે મોડી સાંજે વિલેપાર્લે વેસ્ટના પવન હંસ સ્મશાનગૃહ પહોંચી હતી. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.1940માં લખનઉમાં જન્મેલા રામ ગોવિંદ થિયેટર આર્ટિસ્ટ અને કવિ હતા. તેમણે લખનઉ દર્પણ નામનું નાટક જૂથ બનાવ્યું હતું. જેમાં અભિનય કરતી વખતે તેમની મુલાકાત માયા ગોવિંદ સાથે થઈ હતી. બંનેના શોખ અને પસંદ સરખા હતા. આથી બંન્નેએ થોડાં વર્ષો પછી લગ્ન કરી લીધા. આ બંને 1960માં મુંબઈ આવી ગયા હતા.આ સમયગાળા દરમિયાન તેમણે નાની-નાની નોકરીઓ મળતી રહી. સૌપ્રથમ રામ ગોવિંદને ફિલ્મ ‘આરોપ’ની સ્ક્રિપ્ટ લખવાનું કામ મળ્યું. આ ફિલ્મના ગીતો માયા ગોવિંદે લખ્યા હતા. આ પછી રામને કેદ, મેરા રક્ષક, બિંદિયા ચમકેગી અને તોહફા મોહબ્બત કા સહિત એક ડઝન ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી. જેમાંથી અમિતાભ બચ્ચન અને હેમા માલિની સ્ટારર બાગબાન સુપરહિટ રહી. આ સિવાય તેમણે લગભગ ત્રણ ડઝન ટેલિવિઝન સિરિયલોની સ્ક્રિપ્ટ લખી છે.રામ ગોવિંદે હિન્દી ઉપરાંત અંગ્રેજી, મરાઠી, ગુજરાતી અને પંજાબીમાં પણ લેખન કાર્ય કર્યું છે. તેમણે ઘણી કવિતાઓ અને ગઝલો લખી છે. પરંતુ તેમનું પુસ્તક ક્યારેય પ્રકાશિત થયું નહીં અને તેમની પત્નીને પુસ્તકો લખવા માટે પ્રોત્સાહિત કરતા રહ્યા. માયા ગોવિંદના કુલ 13 પુસ્તકો પ્રકાશિત થયા છે. રામ ગોવિંદ ખૂબ જ સારા એક્ટર હતા. તેમણે વિજય તેંડુલકરના નાટક ‘ખામોશ અદાલત જારી હૈ’ના શ્રેષ્ઠ દિગ્દર્શન માટે સંગીત-નાટક એકેડમી એવોર્ડ મળ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular