Friday, June 20, 2025
Google search engine
HomeNewsGujaratબીજા તબક્કાની 93 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

બીજા તબક્કાની 93 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

આખરે મતદાનનો સમય સમાપ્ત થયો છે. જેની સાથે જ લોકોનો મત ઈવીએમમાં કેદ થયા છે. હવે 8 તારીખના પરિણામ સાથે તમામ ઉમેદવારોનું ભાવિ સામે આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠક માટે કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 2,51,58,730 મતદારો 833 ઉમેદવારોનું ભાવી નક્કી કર્યું. જેમાં વાત કરવામાં આવે તો આ વખતની ચૂંટણીમાં 74 જનરલ, 06 અનુસુચિત જાતિ, 13 અનુસુચિત જનજાતિના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

Live Update : 

ચૂંટણી પંચના પ્રારંભિક આંકડા અનુસાર, સાંજે  5 વાગ્યા સુધીમાં બીજા તબક્કાનું 58.80 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સાબરકાંઠામાં સૌથી વધુ 65.84 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછુંં મતદાન અમદાવાદમાં 53.57 ટકા નોંધાયું છે.

જિલ્લાના મતદાનના આંકડા

  • અમદાવાદ 53.57
  • આણંદ 59.04
  • અરવલ્લી 60.18
  • બનાસકાંઠા 65.65
  • છોટા ઉદેપુર 62.04
  • દાહોદ 55.80
  • ગાંધીનગર 59.14
  • ખેડા 62.65
  • મહેસાણા 61.01
  • મહીસાગર 54.26
  • પંચમહાલ 62.03
  • પાટણ 57.28
  • સાબરકાંઠા 65.84
  • વડોદરા 58.00

એકઝિટ પોલ પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવી દીધો છે, 6.30 વાગ્યા સુધી શરૂ ન કરવા માટે પણ ફરમાન કર્યું છે.

બપોરે 3 વાગ્યા સુધીમાં બીજા તબક્કામાં 50.51 ટકા મતદાન થયું છે. જેમાં સાબરકાંઠામાં સૌથી વધુ 57.23 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછુંં મતદાન અમદાવાદમાં 44.67 ટકા નોંધાયું છે. શહેરી વિસ્તારમાં મતદાન કરવામાં ભારે નિરસતા જોવા મળી રહી છે.

  • અમદાવાદ 44.67
  • આણંદ 53.75
  • અરવલ્લી 54.19
  • બનાસકાંઠા 55.52
  • છોટા ઉદેપુર 54.40
  • દાહોદ 46.17
  • ગાંધીનગર 52.05
  • ખેડા 53.94
  • મહેસાણા 51.33
  • મહીસાગર 48.54
  • પંચમહાલ 53.84
  • પાટણ 50.97
  • સાબરકાંઠા 57.23
  • વડોદરા 49.69

પ્રારંભિક 1 વાગ્યા સુધીમાં 34.74 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયુ, સાબરકાંઠામાં સૌથી વધુ 39.73 મતદાન જ્યારે મહીસાગરમાં સૌથી ઓછું 29.72 ટકા મતદાન થયું

  • અમદાવાદ 30.82
  • આણંદ 37.06
  • અરવલ્લી 37.12
  • બનાસકાંઠા 37.48
  • છોટા ઉદેપુર 38.18
  • દાહોદ 34.46
  • ગાંધીનગર 36.49
  • ખેડા 36.03
  • મહેસાણા 35.35
  • મહીસાગર 29.72
  • પંચમહાલ 37.09
  • પાટણ 34.74
  • સાબરકાંઠા 39.73
  • વડોદરા 34.07

વડાપ્રધાન મોદીના માતાએ હીરાબાએ રાયસણ ગામની સ્કુલમાંથી મતદાન કર્યું. નરેન્દ્ર મોદીના નાના ભાઇ પંકજ મોદીના પરિવાર સાથે હીરાબા મતદાન કરવા માટે પહોંચ્યા હતા

 

સવારે 11 વાગ્યા સુધીના મતદાન આંકડા 

પ્રારંભિક 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયુ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ 23.35 મતદાન જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 16.95 ટકા મતદાન થયું

  • અમદાવાદ 16.95
  • આણંદ 20.38
  • અરવલ્લી 20.83
  • બનાસકાંઠા 21.03
  • છોટા ઉદેપુર 23.35
  • દાહોદ 17.83
  • ગાંધીનગર 20.39
  • ખેડા 19.63
  • મહેસાણા 20.66
  • મહીસાગર 17.06
  • પંચમહાલ 18.74
  • પાટણ 18.18
  • સાબરકાંઠા 22.18
  • વડોદરા 18.77
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular