Monday, July 21, 2025
Google search engine
HomeNewsMumbaiVIDEO: મુંબઈ લોકલ ટ્રેનમાં જામી સૂરોની મહેફિલ

VIDEO: મુંબઈ લોકલ ટ્રેનમાં જામી સૂરોની મહેફિલ

મુંબઈ: જો તમે કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ છો તો તમે અનેક વાયરલ વીડિયો જોયા હશે. એમાંય મેટ્રો અને ટ્રેનના તો ઘણા દ્રશ્યો જોયા હશે, જેમાં કાં તો લડાઈ જોવા મળે અથવા તો લોકોના વિચિત્ર વર્તન. આવા વિડીયો જોઈને લોકો પણ પરેશાન થઈ જાય છે. પરંતુ કેટલીકવાર એવા વીડિયો સામે આવે છે જે વ્યકિતના મૂડને સંપૂર્ણ રીતે તાજું કરી દે છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે મુંબઈ લોકલનો હોવાનું કહેવાય છે.

આ વ્યક્તિએ જમાવ્યો માહોલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે મુંબઈ લોકલનો હોવાનું કહેવાય છે. કોચમાં મુસાફરોની ભારે ભીડ હોય છે. આ જ ભીડમાં એક વ્યક્તિ પોતાના સુરીલા અવાજમાં બોલિવૂડ ગીત ગાતો જોવા મળે છે. ટ્રેનમાં આ વ્યક્તિ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ પરદેશનું પ્રખ્યાત ગીત ‘યે દિલ દિવાના’ ગાતો જોવા મળે છે. અન્ય એક વ્યક્તિ બીટ વગાડીને માહોલમાં રંગ ઉમેરી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેનો અવાજ પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Aayush ( Haboo ) (@the_minihaboo)

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર the_minihaboo નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કલા ગમે ત્યાં પોતાનું સ્થાન શોધે છે.’ અત્યાર સુધી આ વીડિયોને લાખોથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- આ મુંબઈની લોકલ છે, દિલ્હી મેટ્રો નથી. અન્ય એક યુઝરે લખ્યું- આવી વસ્તુઓ માત્ર મુંબઈમાં જ થાય છે. ત્રીજા યુઝરે લખ્યું- આ કેટલું સુંદર છે. ચોથા યુઝરે લખ્યું- હું મારી જાતને મારા પગ ટેપ કરવાથી કેમ રોકી શકતો નથી? અન્ય યુઝરે લખ્યું- વાહ, શું વાત છે.

આ વીડિયો પર સોનુ નિગમે પણ કમેન્ટ કરી છે. તેમણે લખ્યું કે કેટલું સુંદર છે, મને ખુબ જ આનંદ થયો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular