Saturday, July 19, 2025
Google search engine
HomeNewsવિનેશ ફોગટને સિલ્વર મેડલ મળશે કે નહીં? નિર્ણય આજે રાત્રે

વિનેશ ફોગટને સિલ્વર મેડલ મળશે કે નહીં? નિર્ણય આજે રાત્રે

ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટ 50 કિગ્રા વજન વર્ગમાં કુસ્તીની ફાઈનલ પહેલા 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. વિનેશ ગોલ્ડ મેડલ જીતશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું, પરંતુ ફાઈનલના દિવસે તેને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. આ પછી વિનેશે તેને સિલ્વર મેડલ અપાવવા માટે CASને અપીલ કરી હતી. આ અંગે આજે રાત્રે નિર્ણય લેવાનો છે.

તમને જણાવી દઈએ કે વિનેશ ફોગાટનો કેસ ભારતના સૌથી મોટા વકીલ હરીશ સાલ્વે લડી રહ્યા છે. કુસ્તીબાજ વિનેશ ફોગાટની ઓલિમ્પિક અયોગ્યતાને પડકારતી અરજી પર કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) આજે ભારતીય સમય અનુસાર રાત્રે 9:30 વાગ્યે પોતાનો ચુકાદો આપશે. હવે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે કે વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળશે કે નહીં.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular