Friday, August 22, 2025
Google search engine
HomeNewsEntertainmentવિજય દેવરાકોંડાને મળી ગયો છે તેનો સાચો પ્રેમ, લગ્નનના પ્લાન વિશે કર્યો...

વિજય દેવરાકોંડાને મળી ગયો છે તેનો સાચો પ્રેમ, લગ્નનના પ્લાન વિશે કર્યો ખુલાસો

મુંબઈ: રશ્મિકા મંદાન્ના અને વિજય દેવેરાકોંડા ટિન્સેલટાઉનના સૌથી ચર્ચિત કપલ્સમાંથી એક છે. આ કપલ ઘણીવાર તેમની ડેટિંગની અફવાઓને કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ તેના વિશે ક્યારેય ખુલીને વાત નથી કરતા. જો કે, તેમના ચાહકો તેમની ઓન-સ્ક્રીન અને રિયલ લાઈફ કેમેસ્ટ્રીને પસંદ કરે છે. ઘણા સમયથી એવી અફવા ચાલી રહી છે કે વિજય દેવરાકોંડા અને રશ્મિકા મંદન્ના રિલેશનશિપમાં છે. એવામાં હવે અભિનેતા વિજયે પહેલીવાર પ્રેમ, ડેટિંગ અને લગ્ન વિશે ખુલીને વાત કરી છે.

વિજય દેવરાકોંડા રિલેશનશિપમાં છે

વિજય દેવેરાકોંડાએ તાજેતરમાં કર્લી ટેલ્સ સાથેની વાતચીતમાં પુષ્ટિ કરી હતી કે તે સંબંધમાં છે. જ્યારે શોની હોસ્ટ કામ્યાએ તેને પૂછ્યું કે શું તે સિંગલ છે, તો તે આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ વિજયે કહ્યું કે તે 35 વર્ષનો છે અને હવે સિંગલ નથી. તે સંબંધમાં છે. પછી કામ્યાએ તેને પૂછ્યું કે શું તેને લગ્ન કરવાની ઉતાવળ છે? પોતાના લગ્નના પ્લાન વિશે જણાવતા તેણે મજાકમાં કહ્યું, ‘મારી ઉંમર 35 વર્ષ છે, શું તમને લાગે છે કે હું સિંગલ રહીશ?’ વિજય દેવેરાકોંડાએ આગળ કહ્યું, ‘હું ડેટ્સ પર નથી જતો. હું કોઈને લાંબા સમય સુધી ઓળખ્યા પછી જ તેની સાથે મિત્રતા કરું છું અને તેની સાથે ક્યાંક બહાર જાઉં છું.’

વિજય દેવરાકોંડાના લગ્નની યોજના
લગ્ન વિશે વાત કરતા વિજય દેવરાકોંડાએ કહ્યું કે આ નિર્ણય મહિલાઓ માટે ઘણો મુશ્કેલ છે. તેણે કહ્યું,’લગ્ન કોઈની કારકિર્દીના માર્ગમાં ન આવવું જોઈએ. સ્ત્રીઓ માટે લગ્ન કરવાનું નક્કી કરવું વધુ મુશ્કેલ છે. તે તમે કયા વ્યવસાયમાં છો તેના પર પણ આધાર રાખે છે. હા, મારે લગ્ન કરવા છે, પણ મારા જીવનસાથીની સંમતિ પણ જરૂરી છે.’

વિજય દેવેરાકોંડાની આગામી ફિલ્મ
કામની વાત કરીએ તો વિજયની આગામી ફિલ્મ ‘જર્સી’ ફેમ ગૌતમ તિન્નાનુરી સાથે હશે, જેનું નામ VD12 છે. આમાં વિજય એક ડિટેક્ટીવની ભૂમિકા ભજવશે. રવિ કિરણ કોલા દ્વારા નિર્દેશિત, VD12 માં વિજય એક્શનથી ભરપૂર અવતારમાં જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular