Saturday, September 13, 2025
Google search engine
HomeNewsGujaratકેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મ દિવસ, ઠેર ઠેર ઉજવણી

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મ દિવસ, ઠેર ઠેર ઉજવણી

આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. તેમજ અમિત શાહના જન્મ દિવસની ઠેરઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદના જગતપુરમાં CM ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરશે. તથા જમાલપુર જગન્નાથ મંદિરમાં ભંડારો, વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

 

ગાંધીનગરમાં રક્તદાન કરી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીથી ગુજરાત આવશે. જેમાં અમિત શાહ 24 ઓક્ટોબરે ગુજરાત આવશે. આ વખતે ઈફ્કો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લાન્ટનું આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રીનાં હસ્તે લોકાર્પણ કરવાનું આયોજન છે. તા. 24 ઓક્ટોબરે અમિત શાહ ઈફ્કો દ્વારા ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલ નેનો ડેપ લિક્વિડ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહેશે એવી જાણકારી સામે આવી છે. મહત્વનું છે કે હાલમાં થોડા દિવસો પહેલા જ અમિત શાહ ગુજરાતમાં હતા અને તેમણે સમૌ ગામમાં શહીદ સ્મારક અને લાઈબ્રેરીનું ઉદ્ધાટન કર્યું હતું. સાથે જ માણસામાં કુળદેવી બહુચરજીની આરતી પણ કરી હતી.

સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠક બાદ જો મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવે તો પૂર્વ મંત્રી તેમજ યુવા ચહેરાઓને તક મળી શકે છે. જેને લઈ પૂર્વ મંત્રીઓ દ્વારા પોતાનાં માટે અને પોતાને સ્થાન ન મળે તો પોતાનાં ખાસ માણસોને તક મળે તે માટેનાં પ્રયત્નો પણ શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હવે એ જોવાનું રહ્યું કે, ભાજપનું મોવડી મંડળ પૂર્વ મંત્રીઓને ફરી હોદ્દાઓ પર બિરાજમાન કરશે કે નવા ચહેરાઓને તક મળશે તે આગામી ટૂંક સમયમાં ખબર પડશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular