Friday, August 29, 2025
Google search engine
HomeNewsNationalUnion Budget 2025: આર્સેલર-મિત્તલ ગ્રુપ અને HOF ગ્રુપની બજેટ પર પ્રતિક્રિયા

Union Budget 2025: આર્સેલર-મિત્તલ ગ્રુપ અને HOF ગ્રુપની બજેટ પર પ્રતિક્રિયા

નવી દિલ્હી: નાણાપ્રધાન નિર્મલા સીતારમણે 1લી ફેબ્રુઆરીએ આઠમી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટ પર ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો માટે ફાયદાકારક છે. આના પર HOF ગ્રુપના ચેરમેન, આર્સેલર-મિત્તલ નિપ્પોન સ્ટીલના CEOનું શું કહેવું છે?

પ્રવીણ પટેલ, ચેરમેન, HOF ગ્રુપવ્યક્તિગત આવકવેરાના દરમાં ઘટાડો એ એક આવકારદાયક પગલું છે. જેનાથી લોકોના હાથમાં વધુ નાણાં રહેશે, જે વપરાશ અને બચતને વેગ આપશે. કરમુક્ત આવક મર્યાદા 12 લાખ રૂપિયા સુધી વધારીને, સરકારે ખાતરી કરી છે કે મધ્યમ વર્ગ પાસે વધુ ખર્ચ કરવાની શક્તિ છે. આનાથી રિટેલ, ઓટોમોબાઇલ્સ અને હાઉસિંગ જેવા મુખ્ય ક્ષેત્રોમાં માગ વધશે, જેનાથી અર્થતંત્ર પર સકારાત્મક અસર પડશે. “મેક ઇન ઇન્ડિયા”ને આગળ વધારવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતું રાષ્ટ્રીય ઉત્પાદન મિશન પણ યોગ્ય દિશામાં એક પગલું છે.

દિલિપ ઓમ્મેન, CEO, આર્સેલર-મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા“કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે અને વિકસિત ભારત@2047 એજન્ડા હેઠળ સરકારની ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. મૂડી ખર્ચ માટે 11.21 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરીને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જે ખાસ કરીને સ્ટીલ ક્ષેત્ર માટે વૃદ્ધિને પ્રોત્સાહન આપશે. નવીનીકરણીય ઊર્જા પર સમગ્ર ધ્યાન આપવું એક પ્રશંસનીય પગલું છે. પરમાણુ ઉર્જા પર વધારાનું ધ્યાન કેન્દ્રિત કરી, 2047 સુધીમાં 100 ગીગાવોટના લક્ષ્ય, ભારતના ગ્રીન ઉર્જા ક્ષેત્રના  ટ્રાન્સફોર્મેશનમાં સહાય કરશે. શિપ બિલ્ડિંગ અને સમુદ્રી વિકાસ પ્રોજેક્ટ્સ થકી સ્ટીલ ઉદ્યોગ તેમજ MSME માટે વધારાની નાણાકીય જોગવાહીથી પણ લાભ થશે. જે બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યવસાયોને નાણાંકીય સપોર્ટ મેળવવામાં મદદ કરશે.”

જૈનિક વકીલ, CA, અમદાવાદઆવકવેરા મર્યાદા વધારીને 12 લાખ કરીને સરકારે એક સંતુલિત કાર્ય કરવાનો પ્રયાસ કર્યો છે. બજેટ દ્વાર લગભગ 25-30 લાખ વ્યક્તિગત કરદાતાઓને વાર્ષિક આશરે 1,00,000 રૂપિયા બચશે. તે વાહન ખરીદવા, ઈલેક્ટ્રોનિક વસ્તુ જેવાં વિવિધ મૂડી ખર્ચને વેગ આપશે. તેમજ સમયસર EMI ચુકવણી નિશ્ચિત કરશે. અર્થતંત્રમાં કન્ઝમ્પશનનો ભાગ લગભગ 60% છે, તેથી આ સમયે તેને પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી હતું. સરકારે ચોક્કસ મુદ્દાઓને સંબોધવાનો પ્રયાસ કર્યો છે જે દેશના સેક્ટર સ્પેસિફિક મુદ્દાઓ અને વિસંગતતાઓ નિવારવા મદદ કરી શકે છે.

ઉમેશ ઉત્તમચંદાની, MD, DevX

કેન્દ્રીય બજેટ 2025 ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અને શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. સ્ટાર્ટઅપની નોંધણી લાભોને પાંચ વર્ષ માટે લંબાવવાથી સરકારનો ઉદ્યોગ સાહસિક વૃદ્ધિ માટે સતત ટેકો પ્રદર્શિત થાય છે. ‘શહેરોને વૃદ્ધિ હબ તરીકે’ અને ‘શહેરોના સર્જનાત્મક પુનર્વિકાસ’ માટે ₹1 લાખ કરોડની ફાળવણી સાથે અર્બન ચેલેન્જ ફંડની જાહેરાત મેનેજ્ડ ઑફિસ સ્પેસ ક્ષેત્ર માટે રોમાંચક તકો રજૂ કરે છે. શિક્ષણ માટે AI માટે ₹500 કરોડની ફાળવણી સાથે એક Centre of Excellence (ઉત્કૃષ્ટતા કેન્દ્ર)ની સ્થાપના ભાવિ કામદારોના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું છે. AI પ્રતિભા વિકાસમાં આ રોકાણ વ્યવસાયો માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. કારણ કે અમે આપણા કાર્યસ્થળો અને સેવાઓમાં અદ્યતન ટેક્નોલોજીનું એકીકરણ ચાલુ રાખીએ છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular