Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratવડોદરા બોટ દુર્ઘટના મામલે સરકાર એક્શનમાં, 2ની અટકાયત

વડોદરા બોટ દુર્ઘટના મામલે સરકાર એક્શનમાં, 2ની અટકાયત

વડોદરા બોટ દુર્ઘટનાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના મામલે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા પોલીસે બે શખ્સોની અટકાયત કરી છે. જો કે, મુખ્ય કોંટ્રાક્ટર પરેશ શાહ હજુ પણ ફરાર છે. ક્રાઈમ બ્રાંચની ટીમે બંને શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. હરણી લેક ઝોનના ઘટના પાસેના CCTV આધારે તપાસ ચાલી રહી છે. 9 ટીમો દુર્ઘટનાને લઈને તપાસ કરી રહી છે. હાલમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ટૂંક સમયમાં બીજા આરોપીઓની પણ ધરપકડ કરાશે તેવી માહિતી અધિકારીઓએ આપી છે. તો બીજી તરફ રાજ્ય સરકારે ઉચ્ચકક્ષાએ તપાસના આદેશ કર્યા છે. જિલ્લા મેજીસ્ટ્રેટને વિગતવાર તપાસ સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 દિવસમાં જિલ્લા મેજીસ્ટ્રેટને રિપોર્ટ સોંપવા સૂચના આપી છે. ભવિષ્યમાં આવી ઘટના બનતી અટકાવવા જરૂરી પગલા લેવા સૂચના. ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે જિલ્લા મેજીસ્ટ્રેટને તપાસ સોંપી, જિલ્લા પ્રશાસન, પોલીસ, મનપાને તપાસમાં સહયોગ આપવા સૂચના આપવામાં આવી છે.

વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મોટો વળાંક

બોટિંગની બુકિંગ ઓફિસમાં મોટી સંખ્યામાં સેફ્ટી જેકેટનો ઢગલો જોવા મળ્યો છે. પરંતુ નિયમોનું ઉલ્લંઘન કરી સેફટી જેકેટ માત્ર ઓફિસમાં શોભા ના ગાંઠિયા સમાન જોવા મળ્યા. બુકિંગ ઓફિસ પાસે એક સીસીટીવી કેમેરા લાગેલ જોવા મળ્યો જોકે કાર્યરત છે કે બંધ તે પણ એક સવાલ છે. કોન્ટ્રાક્ટર દ્વારા નિયમો નુ પાલન કરવામાં બેદરકારી દાખવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. અન્ય બે સવારી બોટોમાં ઓબીએમ મશીન લાગેલું જોવા મળ્યું.

વડોદરા દુર્ઘટનાને લઈ હર્ષ સંઘવીનું મોટું નિવેદન

બોટના કોંટ્રાક્ટરની આ ભૂલ નથી, આ બેદરકારી છે. માત્ર 10 લોકોને જ સેફ્ટી જેકેટ પહેરાવ્યા હતા. જેમને સેફ્ટી જેકેટ નહોતા પહેરાવ્યા તેમના જીવ ગયા. આ દુર્ઘટના માટે પ્રાથમિક રીતે બોટ કોંટ્રાક્ટર જ જવાબદાર.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular