Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratવિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓએ ઉંઝામાં શ્રી ઉમિયા શરણમ્ મમ અંખડ ધુનમાં ભાગ લીધો

વિશ્વઉમિયાધામના ટ્રસ્ટીઓએ ઉંઝામાં શ્રી ઉમિયા શરણમ્ મમ અંખડ ધુનમાં ભાગ લીધો

જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઊજાગર કરવાના સંકલ્પ અને કટિબદ્ધતા સાથે વિશ્વ ઉમિયાધામ, જાસપુર, અમદાવાદમાં વિશ્વના ઊંચામાં ઊંચા મંદિરનું નિર્માણ કાર્ય હાલમાં ગતિપૂર્વક ચાલી રહેલ છે. ત્યારે આપણી માતૃ સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં પણ મા ઉમિયાની આસ્થા અને ભક્તિ ભાવમાં વધારો થાય તે અંતર્ગત શ્રી ઉમિયા શરણં મમ મહામંત્રની અખંડ ધૂનનું આયોજન કરાયું છે.

ઉંઝા ઉમિયા માતાજી મંદિરના 168 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આ પ્રસંગે 168 કલાકની અખંડ ધૂનનું આયોજન કરાયું છે. જેમાં ભાગ લેવા સંસ્થાના પ્રણેતા એવમ્ પ્રમુખ આર. પી. પટેલ અને સંસ્થાના ઉપપ્રમુખ ડી.એન ગોલ સહિત સંસ્થાના હોદ્દેદારોએ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝામાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને શ્રી ઉમિયા શરણં મમ મહામંત્રની અખંડ ધૂનમાં સહભાગી થયા હતા.

શ્રી ઉમિયા શરણમ્ મમ અંખડ ધુન આપણી આસ્થાને ઉજાગર કરશેઃ આર.પી.પટેલ

આ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવી રહ્યા છે કે શ્રી ઉમિયા શરણમ્ મમ અંખડ ધુન આપણી આસ્થાને ઉજાગર કરશે. વિશ્વ ઉમિયાધામ વિશ્વભરમાં જગત જગનની મા ઉમિયાની આસ્થાને ઉજાગર કરવા જઈ રહી છે તેમાં આ કાર્ય પ્રાણ પૂરી રહ્યુ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular