Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદની મહત્વની જગ્યાઓએ મુવેબલ ટ્રોલી કેમેરા મુકાયા

અમદાવાદની મહત્વની જગ્યાઓએ મુવેબલ ટ્રોલી કેમેરા મુકાયા

અમદાવાદ: સ્માર્ટ સિટી અમદાવાદમાં VVIP મુવમેન્ટ સતત વધતી જાય છે. બીજી તરફ શહેરમાં વધતી જતી ગુનાખોરી પર નિયંત્રણ રાખવા તેમજ દરેક ગતિવિધિ પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરનારની સીધી નજર રહે એ માટે ઠેર-ઠેર CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. શહેરમાં સાયન્સ સિટી, નવરંગપુરા, ગુજરાત કોલેજ જેવા મહત્વના અંદાજે 22 સ્થળોએ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવ્યા છે. આ ટ્રોલી કેમેરા પર અમદાવાદ શહેર પોલીસ, નિર્ભયા પ્રોજેક્ટ લખેલા સ્ટિકર લગાડવામાં આવ્યા છે.કેમેરાના પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ખાનગી કંપનીના કર્મચારી ચિત્રલેખા.કોમને કહે છે બસ સ્ટેન્ડ જેવા મહત્વનાં સ્થળોએ ચાંપતી નજર રાખવા માટે 400 જેટલાં પોલ પર કેમેરા લાગી ચૂક્યા છે.4 જૂનના રોજ મત ગણતરી થવાની છે. ત્યારે આવી VVIP મુવમેન્ટ વખતે સ્પેશિયલ મુવેબલ ટ્રોલી કેમેરા મુકવામાં આવે છે. નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઠેર-ઠેર હેલ્પલાઇન સિસ્ટમ પણ ઈન્સ્ટોલ કરવામાં આવી રહી છે. જેમાં બટન દબાવવાથી કંટ્રોલ રૂમમાં વાત થઈ શકે. જ્યારે આખાય શહેરમાં સિસ્ટમ લાગી જશે ત્યારે નાગરિકોની સહાયતા માટે આ સિસ્ટમ ખૂબ જ ઉપયોગી થશે.લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે એ માટે તમામ ચેક પોઈન્ટ પર નજર રાખવા માટે વધારાના CCTV કેમેરા પણ મુકવામાં આવ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular