Sunday, June 29, 2025
Google search engine
HomeNewsEntertainment'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દર્શકો માટે સારા સમાચાર !

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો માટે સારા સમાચાર !

નાના પડદાનો ફેમસ ફેમિલી-ડ્રામા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેની સ્ટોરી તેમજ તેના વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહે છે. જ્યારથી દિશા વાકાણી શોમાંથી બહાર થઈ છે ત્યારથી દર્શકો તેને ખૂબ મિસ કરી રહ્યા છે. જો કે, મેકર્સે ઘણી વખત તેને શોમાં પરત લાવવાની કોશિશ કરી હતી, પરંતુ વાત સફળ થઈ ન હતી. હવે આ શોને લઈને એક સારા સમાચાર આવ્યા છે. તો જો તમે પણ ‘તારક મહેતા’ શોના ફેન છો, તો આ સારા સમાચાર ફક્ત તમારા માટે જ છે.

ટીવી ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તમામ પાત્રોને દર્શકોએ ખૂબ પસંદ કર્યા છે, પરંતુ એક પાત્ર ભાગ્યે જ ભૂલી શકાય અને તે પાત્ર છે દયાબેન. જેઠાલાલ પછી દયાબેન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જીવન છે. ઉલ્લેખનીય છે કે દયા બેનનો રોલ કરી રહેલી દિશા વાકાણી છ વર્ષ પહેલા મેટરનિટી લીવ પર ગઈ હતી, પરંતુ તે પછી પણ તે શોમાં પાછી આવી નથી. છ વર્ષ પછી પણ માત્ર નિર્માતાઓ જ નહીં પણ દર્શકો પણ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નિર્માતાઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે અભિનેત્રી માટે તેમના શોના દરવાજા હંમેશા ખુલ્લા છે. હવે અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે દિશા શોમાં કમબેક કરી રહી છે.

લાંબી રાહ જોયા બાદ આખરે એ દિવસ જલ્દી આવી રહ્યો છે જ્યારે દિશા તેના જૂના પાત્રમાં પાછી ફરશે અને દર્શકોને ફરી એકવાર હસાવશે. હવે અસિતે તેના ચાહકોને સરપ્રાઈઝ આપી છે કે દિશા વાકાણી શોમાં કમબેક કરી રહી છે. હાલમાં જ તારક મહેતાના 15 વર્ષ પૂરા થવા પર અસિતે મોટી જાહેરાત કરી છે. અસિતે કહ્યું, ’15 વર્ષની આ સફરમાં દરેકને હાર્દિક અભિનંદન. તે એક એવી કલાકાર છે જેને આપણે ભૂલી શકતા નથી. તે કલાકાર છે દયા ભાભી એટલે કે દિશા વાકાણી. આ દ્વારા તેણે ચાહકોનું મનોરંજન કર્યું અને અમને હસાવ્યા. ચાહકો તેના વાપસીની રાહ જોઈ રહ્યા છે અને હું તમને વચન પણ આપું છું કે દિશા વાકાણી ટૂંક સમયમાં તારક મહેતામાં પાછી આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular