Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratગરમીથી મળશે આંશિક રાહત

ગરમીથી મળશે આંશિક રાહત

રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે ચડતો જાય છે. ગરમીને કારણે રોગચાળામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ આકરી ગરમથી રાહત મળવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી 11થી 15મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર, 11મી મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 12 અને 13મી મેના રોજ દક્ષિણ ગુજરાતની સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો 14મી મેના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પણ વરસાદમાં ભીંજાઇ શકે છે. આ ઉપરાંત 15મી મેના રોજ નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના અમૂક વિસ્તાકમં વરસાદી માહોલ સર્જાવાથી ગરમીમાં આંશિક ઘટાડો થવાની સંભાવના છે. તો બીજી બાજુ ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતી છે. આ અગાઉ ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન અંબાજી પંથકમાં વરસાદી ઝાપટ જોવા મળ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular