Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratસીંગતેલના ભાવમાં ફરી એકવાર થયો વધારો !

સીંગતેલના ભાવમાં ફરી એકવાર થયો વધારો !

મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકો માટે વધુ એક માંઠા સમાચાર મળી રહ્યા છે. પ્રેટ્રોલ- ડિઝલ તેમજ ઘર વપરાશની ચીજ વસ્તુઓના ભાવ વધારા બાદ હવે ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. સીંગ તેલના ડબ્બામાં ભાવ વધારો થયો છે. આ ભાવ વધારો સૌરાષ્ટ્રમાં લાગુ કરવામા આવ્યો છે. સીંગ તેલના ભાવમાં ફરી એક વાર વધારો થતા ગૃહિણીનું બજેટ ખોરવાયું છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાવ વધારો લાગુ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સીંગ તેલનો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ વખતે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઇ છે. પરંતુ ખેડૂતોને મગફળીનો સારો ભાવ મળતો નથી ત્યારે સીંગ તેલના ભાવમાં સતત વધારો થતો જાય છે. ત્યારે જો સીંગ તેલના ભાવમાં વધારો થતો હોય તો ખેડૂતોને મગફળીની યોગ્ય કિંમત કેમ આપવામાં આવતી નથી તેવો પ્રશ્ન પણ ઉભો થાય છે.

સીંગ તેલના ડબ્બાના ભાવમાં વધારો

ખાદ્ય તેલના ભાવમાં ફરી એક વાર વધારો થતા ગૃહણીઓને વધુ એક મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. સીંગતેલના ડબ્બાના ભાવમાં રૂ. 20થી 30નો વધારો થયો છે. જેથી સીંગ તેલના ડબ્બાનો ભાવ વધીને રૂં. 2680-2700એ પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પ્રેટ્રોલ, ડીઝલ, ગેલ, દૂધ, ઘી, શાકભાજી તેમજ અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો કરવામા આવ્યો હતો. જેના કારણે સામાન્ય માણસોને ઘરખર્ચ કેવી રીતે કાઢવો તે પણ પ્રશ્ન સતાવી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular