Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessદેશના એ નાણાપ્રધાન જે ક્યારેય રજૂ ન કરી શક્યા બજેટ, જાણો કારણ

દેશના એ નાણાપ્રધાન જે ક્યારેય રજૂ ન કરી શક્યા બજેટ, જાણો કારણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંપૂર્ણ બજેટ રજૂ કર્યુ. પરંતુ શું તમે ભારતના એવા નાણા મંત્રીઓ વિશે જાણો છો, જેઓ નાણામંત્રી તો રહ્યા પરંતુ બજેટ રજૂ કરી શક્યા નથી.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આઠમું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. આ ઉપરાંત નાણાપ્રધાને ખેડૂતો, યુવા, સિનિયર સિટિઝનો માટે અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાતો કરી છે.

કેસી નિયોગી બજેટ રજૂ ન કરી શક્યા

હવે વાત કરીએ બજેટ ઈતિહાસમાં સમાવિષ્ટ એવા બે નાણાપ્રધાનોની, જેઓ આ પદ ધરાવતા હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી. જેમાં પહેલું નામ આવે છે પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગીનું, જેઓ નાણામંત્રી પદ પર તો રહ્યા પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા ન હતા. હકીકતમાં એમણે વર્ષ 1948માં માત્ર 35 દિવસ માટે નાણામંત્રી પદ સંભાળ્યું હતું. તેમણે આર.કે. સન્મુખમ ચેટ્ટીની જગ્યાએ આ જવાબદારી સંભાળી હતી, પરંતુ 35 દિવસ પછી એમણે રાજીનામું આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન એમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.

નિયોગી સ્વતંત્ર ભારતના બીજા નાણાં પ્રધાન હતા

કે.સી. નિયોગીએ ખૂબ જ ટૂંકા ગાળા માટે નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી અને તેઓ સ્વતંત્ર ભારતના બીજા નાણાં પ્રધાન હતા. નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ જોન મથાઈએ નાણા મંત્રાલયનું કામ સંભાળ્યું અને દેશના ત્રીજા નાણામંત્રી બન્યા. આ પછી મથાઈએ સંસદમાં તે નાણાકીય વર્ષનું બજેટ ભાષણ રજૂ કર્યું.

એચએન બહુગુણા પણ છે આ યાદી

બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં આગળનું નામ હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા)નું છે, જેમણે આ પદ સંભાળ્યું હતું પરંતુ એમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કેસી નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો જ રહ્યો હતો. હેમવતી નંદન બહુગુણા વર્ષ 1979માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારમાં નાણામંત્રી બન્યા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પણ બજેટ રજૂ થઈ શક્યું ન હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular