Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsGujaratરાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર યથાવત

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર યથાવત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કહેર વર્તાવી રહ્યો છે. ચાંદીપુરા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ચાંદીપુરાના 130 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 12 શંકાસ્પદ કેસ આવ્યા છે. શંકાસ્પદ પૈકી 45 કેસો હાલ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં ચાંદીપુરાના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવ્યો છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કેસ વધ્યા છે.

ચાંદીપુરાના કારણે રાજ્યમાં 52 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધી 40 દર્દીઓ સાજા થયા છે. અરવલ્લી- 7, મહીસાગર 2, ખેડા 7, મહેસાણા 7, રાજકોટ 6, સુરેન્દ્રનગર 5, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-6, પંચમહાલ-15, જામનગર-6, મોરબી-5, ગાંધીનગર કોર્પોરેશન 3, છોટાઉદેપુર 2, દાહોદ 3, વડોદરા 6, નર્મદા 2, બનાસકાંઠા 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગર અને દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ, રાજકોટ કોર્પોરેશન 4, કચ્છ 3, સુરત કોર્પોરશન 2, ભરૂચ 3, અમદાવાદ અને જામનગર કોર્પોરેશન 1-1 શંકાસ્પદ કેસો નોંધાયા છે.

સાબરકાંઠા 6, અરવલ્લી 3, મહીસાગર 1, ખેડા 4, મહેસાણા 4, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, અમદાવાદ કોર્પોરેશન 3, ગાંધીનગર 1, પંચમહાલ 7, જામનગર અને મોરબીમાં 1-1 કેસ, દાહોદ 2, વડોદરા, બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા, સુરત કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશન સહિત કચ્છ જિલ્લામાંથી 1-1 કેસ નોંધાયા છે. આ તમામ જિલ્લાઓને મળીને ચાંદીપુરા વાયરસના કુલ-45 કેસ પોઝિટિવ આવ્યા છે. રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 38 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે 40 દર્દીઓને રજા આપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular