Sunday, July 20, 2025
Google search engine
HomeNewsNationalપૂંચ-જમ્મુ હાઈવે પર આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો, 5...

પૂંચ-જમ્મુ હાઈવે પર આતંકીઓએ સેનાના વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો, 5 જવાનો શહીદ

પૂંચ-જમ્મુ હાઈવે પર ગુરુવારે (20 એપ્રિલ) સેનાના એક વાહનમાં આગ લાગી હતી. સેનાએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. પીઆરઓ ડિફેન્સ જમ્મુએ જણાવ્યું કે પૂંચ જિલ્લામાં આર્મી ટ્રકમાં આગ લાગવાથી સેનાના પાંચ જવાનોના મોત થયા છે. આ ઘટના ભાટા ધુરિયન વિસ્તારમાં હાઈવે પર બની હતી. આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રક્ષા મંત્રી રાજનાથને આ ઘટના અંગે જાણકારી આપી છે. સેનાએ કહ્યું, અજ્ઞાત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પૂંછની વચ્ચે ચાલી રહેલા સેનાના વાહન પર ગોળીબાર કર્યો. આતંકવાદીઓના સંભવિત ગ્રેનેડ હુમલાને કારણે વાહનમાં આગ લાગી હતી.

 

સેનાએ કહ્યું, “આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી માટે તૈનાત રાષ્ટ્રીય રાઈફલ્સ યુનિટના જવાનોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો.” અન્ય ગંભીર રીતે ઘાયલ સૈનિકને તાત્કાલિક રાજૌરીની આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને તેની સારવાર ચાલી રહી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. સેનાના વરિષ્ઠ અધિકારીઓ તપાસ માટે સ્થળ પર છે. જ્યાં આ ઘટના બની તે પહાડી વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે પૂંચ જિલ્લામાં થયેલા હુમલા પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વિટ કરીને કહ્યું કે તે આ દુર્ઘટનાથી દુખી છે. જ્યાં ટ્રકમાં આગ લાગવાથી ભારતીય સેનાએ પોતાના બહાદુર જવાનો ગુમાવ્યા છે. આ દુઃખદ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular