Saturday, May 24, 2025
Google search engine
HomeNewsNationalTV ચેનલોના મજબૂત સ્વ-નિયમન માટે સુપ્રીમ કોર્ટ લાવશે માર્ગદર્શિકા

TV ચેનલોના મજબૂત સ્વ-નિયમન માટે સુપ્રીમ કોર્ટ લાવશે માર્ગદર્શિકા

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે તે ટૂંક સમયમાં ટીવી ચેનલોના મજબૂત સ્વ-નિયમન માટે નવી માર્ગદર્શિકા જારી કરશે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે જ્યાં સુધી નિયમો કડક નહીં બને ત્યાં સુધી ટીવી ચેનલો તેનું પાલન કરવા માટે બંધાયેલા રહેશે નહીં. તમને જણાવી દઈએ કે બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે ટીવી ચેનલોના સ્વ-નિયમનને વધુ કડક બનાવવું જોઈએ, તે અપૂરતું છે. તેની સામે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (NBA)એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે ‘તમે કહો છો કે ટીવી ચેનલો પર સ્વ-નિયમન છે પરંતુ મને ખબર નથી કે આ કોર્ટમાં કેટલા લોકો તમારી સાથે સહમત થશે. તમે લોકો કેટલો દંડ કરો છો? એક લાખ! ચેનલ એક દિવસમાં કેટલી કમાણી કરે છે? જ્યાં સુધી તમે નિયમો કડક નહીં કરો, ત્યાં સુધી કોઈપણ ટીવી ચેનલ તેનું પાલન કરવા માટે બંધાયેલા રહેશે નહીં.

કેન્દ્ર સરકાર પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે

ખંડપીઠે એનબીએ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અરવિંદ દાતારને જસ્ટિસ એકે સિકરી અને જસ્ટિસ આરવી રવિન્દ્રન પાસેથી ટીવી ચેનલોના સ્વ-નિયમનને મજબૂત કરવા અંગે સલાહ લેવા અને તેને પછીથી કોર્ટ સમક્ષ મૂકવા જણાવ્યું હતું. બેંચે કહ્યું કે કેન્દ્ર સરકારને પણ આ અંગે જવાબ માંગવામાં આવશે. એક લાખના દંડની રકમ અંગે પણ કોર્ટે સલાહ માંગી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular