Saturday, May 24, 2025
Google search engine
HomeNewsEntertainment'વેલકમ 3'માં સુનીલ શેટ્ટીની એન્ટ્રી ! અક્ષય કુમાર અને સંજય દત્ત સાથે...

‘વેલકમ 3’માં સુનીલ શેટ્ટીની એન્ટ્રી ! અક્ષય કુમાર અને સંજય દત્ત સાથે મચાવશે ધૂમ

ફિલ્મ ‘વેલકમ 3’નો દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. હવે આ ફિલ્મને લગતું એક નવું અપડેટ સામે આવ્યું છે. ફિલ્મમાં અક્ષય કુમાર, સંજય દત્ત અને અરશદ વારસી જોવા મળશે, તે સ્પષ્ટ થઈ ગયું છે. હવે આ ફ્રેન્ચાઈઝીમાં વધુ એક સ્ટાર જોડાવાના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં સુનીલ શેટ્ટીની પણ એન્ટ્રી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુનીલ શેટ્ટી ‘વેલકમ 3’માં એક દમદાર અને મહત્વની ભૂમિકામાં જોવા મળશે. જણાવી દઈએ કે સુનીલ શેટ્ટીનું ફિરોઝ નડિયાદવાલા અને અક્ષય કુમાર સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. જ્યારે તેને ‘વેલકમ 3’માં કામ કરવાનો મોકો મળ્યો તો તે તરત જ રાજી થઈ ગયો. આને લઈને સુનીલ શેટ્ટી ખૂબ જ ઉત્સાહિત છે. તે આ ફિલ્મમાં એવી ભૂમિકા ભજવશે જે આ ફ્રેન્ચાઇઝીમાં પહેલાં ક્યારેય જોવા મળી નથી.

પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ થયું

કહેવામાં આવી રહ્યું છે કે સુનીલ શેટ્ટી કોમિક રોલમાં જોવા મળશે. તેનું પાત્ર એક નવા શેડનું હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ‘વેલકમ 3’નું પ્રી-પ્રોડક્શન કામ શરૂ થઈ ગયું છે. ટીમે ફિલ્મનું શૂટિંગ લોકેશન પણ ફાઈનલ કરી લીધું છે અને ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ થશે. કહેવામાં આવી રહ્યું છે કે ટીમ હાલમાં એક્શન સીન અને પાત્રના લુક્સ પર કામ કરી રહી છે.

ક્યારે રિલીઝ થશે?

જણાવી દઈએ કે આ ફ્રેન્ચાઈઝીની પહેલી ફિલ્મ એટલે કે ‘વેલકમ’માં સુનીલ શેટ્ટી પણ સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળ્યો હતો. ‘વેલકમ 3’ની વાત કરીએ તો તેનું નિર્દેશન અહેમદ ખાન કરવાના છે. તેને એડવેન્ચર કોમેડી ફિલ્મ કહેવામાં આવી રહી છે. ફિલ્મનું ટાઈટલ ‘વેલકમ ટુ ધ જંગલ’ છે. આ ફિલ્મ આવતા વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થવાની છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular