Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessશેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સે 80,000નું લેવલ ગુમાવ્યું

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સે 80,000નું લેવલ ગુમાવ્યું

મુંબઈ: શેરબજારમાં આજે સાર્વત્રિક વેચવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ સતત ઘટ્યું છે. સેન્સેક્સ 708.69 પોઈન્ટના કડાકા સાથે 80,000નું લેવલ ગુમાવ્યું છે. નિફ્ટી પણ 24,400થી ઘટીને નીચા લેવલે પહોંચ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં મોટા કરેક્શનના માહોલ વચ્ચે રોકાણકારોએ આજે વધુ રૂ. 8.32 લાખ કરોડ ગુમાવ્યા છે. 11.11 વાગ્યે સેન્સેક્સ 640.37 પોઈન્ટ અને નિફ્ટી 254.50 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં મોટુ ગાબડું નોંધાયું છે. બી.એસ.ઈ. મીડકેપ સેગમેન્ટમાં કુલ ટ્રેડેડ 132 શેર્સ પૈકી 119 શેર્સમાં 20 ટકા સુધી કડાકો નોંધાતા ઈન્ડેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ વચ્ચે વિદેશી રોકાણકારો મોટાપાયે રોકાણ પાછું ખેંચી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular